health

દુબળાપણાથી પરેશાન છો? આ વસ્તુઓ ખાવાથી વજન વધશે અને સાથે હાડકા પણ મજબુત થશે

એવા ઘણા લોકો છે જે દુબળાપણા ની સમસ્યાથી પરેશાન છે. ખૂબ દુબળાપણા પણ તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે. પાતળા થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીક વાર શરમ નો અનુભવ પણ થાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને, તમે તમારું વજન વધારી શકો છો અને હાડકાંને મજબૂત બનાવી શકો છો.

એક પાકેલા કેળામાં લગભગ 115 કેલરી અને 27 ગ્રામ કાર્બ્સ હોય છે, જે તમારું વજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી, દરરોજ ઓછામાં ઓછા 2 પાકેલા કેળા ખાઓ. જો તમે ઇચ્છો, તો તમે કેળાનો દૂધ શેક બનાવી ને પણ લઇ શકો છો.

ખજુરમાં પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર અને સેલેનિયમ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. આ સાથે તેમાં વધુ પ્રમાણમાં કેલરી હોય છે. જે તમને વજન વધારવામાં મદદ કરે છે. દુર્બળ લોકોનું વજન વધારવા માટે દરરોજ ખજૂર ખાવા જોઈએ.

ઉનાળાની ઋતુમાં કેરી વધુ માત્રામાં આવે છે ફળોનો રાજા કેરી તમારા વજનમાં સરળતાથી વધારો કરી શકે છે. તેમાં વિટામિન એ, આયર્ન, કોપર અને પોટેશિયમ જેવા બધા પોષક તત્વો હોય છે. મધ્યમ કેરીમાં લગભગ 150 કેલરી મળી આવે છે. જો તમારે તમારું વજન વધારવું હોય તો દરરોજ કેરીનું સેવન કરો.

શતાવરીને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક ઔષધિ તરીકે વર્ણવવામાં આવી છે. તેમાં વિટામિન એ, સી, ઇ, કે, બી6, ફોલિક એસિડ, આયર્ન, કોપર, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર મળી આવે છે. જે તમારા શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ સાથે, તે હાડકાંને મજબૂત કરીને વજન વધારવામાં મદદ કરે છે. તમે સૂતા પહેલા દરરોજ દૂધમાં શતાવરીનું સેવન કરી શકો છો.

Back to top button