IndiaMaharashtra

કોરોના બન્યો ખતરનાક: નવજાત બાળકનું જન્મના છઠ્ઠા દિવસે જ મોત

કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ જોખમ હોવાના ભય વચ્ચે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના પાલઘરમાં જન્મના થોડા કલાકો પછી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલી એક નવજાત બાળકી નું રવિવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

જન્મ પછી 6 દિવસ પછી કોરોના વાયરસના ઇન્ફેક્શનથી આ નવજાત નું મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે બાળકીનો જન્મ 30 મેના રોજ અકાળે થયો હતો અને તેનું વજન પણ સામાન્ય કરતા ઓછું હતું. અધિકારીઓએ જણાવ્યું કે નવજાત ને કોરોના વાયરસ નો ચેપ લાગ્યો હતો જ્યારે દર્શેથ ગામની રહેવાસી તેની માતાના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો.

અધિકારીએ જણાવ્યું કે નવજાત બાળકી જવાહરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, બાદમાં તેને નાસિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેનું આજે સવારે પાંચ વાગ્યે અવસાન થયું.

Back to top button