healthIndia

ભારતમાં બાળકો માટે કોરોના રસી મામલે આવ્યા સારા સમાચાર

કોરોના વાયરસ ની ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ હોવાના ડર વચ્ચે એક રાહતનો સમાચાર સામે આવ્યો છે. દેશમાં બાળકો માટે રસી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે બાળકો પર ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પટણા એઈમ્સ પછી હવે બાળકો પર કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયા દિલ્હીની એઈમ્સમાં શરૂ થવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યું, કે એઇમ્સ પટના પછી, દિલ્હી એઇમ્સ આવતી કાલથી બાળકો પર કોવેસિનના ક્લિનિકલ ટ્રાયલ માટે સ્ક્રીનિંગ શરૂ કરશે.

ચીને ત્રણ થી 17 વર્ષની વયના બાળકો માટે ચિની કંપની સિનોવાક દ્વારા ઉત્પાદિત એન્ટી કોવિડ-19 રસી કોરોનાવૈકના કટોકટી ઉપયોગને મંજૂરી આપી છે. સિનોવાકના અધ્યક્ષ યિન વીડોંગે આ વિશે જણાવ્યું હતું. રાજ્ય સંચાલિત ગ્લોબલ ટાઇમ્સે રવિવારે જણાવ્યું હતું કે, એકવાર રસીનો કટોકટી ઉપયોગ શરૂ થયા બાદ નક્કી કરવામાં આવશે કે કોને આ રસી આપવી.

સિનોવાકે ક્લિનિકલ અધ્યયનનો પ્રથમ તબક્કો અને બીજો તબક્કો પૂર્ણ કર્યો અને આ વય જૂથના સેંકડો લોકો પર રસીનો ઉપયોગ કર્યો. પ્રયોગે સાબિત કર્યું કે રસી પુખ્ત વયના લોકો માટે સલામત અને અસરકારક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ 1 જૂને ચીનના બીજા એન્ટી કોવિડ-19 રસી સિનોવાકને મંજૂરી આપી હતી.

Back to top button