BollywoodIndia

હોસ્પીટલમાંથી દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની દયનીય તસ્વીર સામે આવી, હાલત છે નાજુક

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર ને શ્વાસની તકલીફને કારણે રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હાલમાં તેઓ સ્થિર સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં તેમને રજા આપવામાં આવે તેવી સંભાવના છે.તેમને ખારની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, કોવિડ હોસ્પિટલ છે.

તાજેતરના એક અપડેટમાં દિલીપ કુમાર ની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ કહ્યું હતું કે અભિનેતાને જલ્દીથી રજા આપવામાં આવશે. તેમણે ચાહકોને વિનંતી કરી કે અભિનેતાના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો. એટલું જ નહીં પત્ની સાથે દિલીપકુમારની તસવીર પણ સામે આવી છે.

સાયરા બાનુ એ લખ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા પ્રિય પતિ યુસુફ ખાનની તબિયત સારી નથી અને તે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ નોટ દ્વારા હું તમને બધાનો આભાર માનવા માંગુ છું. મારા પતિ દિલીપકુમાર સાહબની તબિયત સ્થિર છે અને ડોકટરોએ મને ખાતરી આપી છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે. હું તમને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરું છું.

દિલીપકુમારના મોત અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડી રહી હતી. અભિનેતાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહેલા ડોક્ટર જલીલ પારકરે કહ્યું કે તે ઓક્સિજન સપોર્ટ પર છે. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેનું ઓક્સિજન ઓછું થઈ રહ્યું હતું, તેથી તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામ આવ્યા છે.

Back to top button