IndiaNarendra Modi

પીએમ મોદીએ ભાષણમાં ખુદના જ વખાણ કર્યા: મીડિયા અને વિપક્ષ પર દોષ નો ટોપલો ઢોળ્યો

દેશમાં કોરોનાની બીજી લહેરની શરૂઆતથી એટલે કે છેલ્લા 56 દિવસમાં, નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છબીને મોટું નુકસાન થયું છે.આનાથી વાકેફ થઈને મોદીએ દેશને સંબોધનમાં બેવડો ફટકો માર્યો હતો. પહેલો હુમલો વિપક્ષ અને મીડિયા પર કર્યો જેઓ તેમની છબી ને ખરાબ કરી રહ્યા છે. બીજું દિવાળી સુધી ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી.

સૌ પ્રથમ, મોદીએ કોવિડ મેનેજમેન્ટ માટે ખુદ ના વખાણ કર્યા હતા. તે પછી જે ખરાબ બન્યું તેના માટે વિપક્ષી રાજ્ય સરકારો અને મીડિયાને દોષી ઠેરવ્યા. મોદીજી એ કહ્યું કે, પ્રથમ લહેર સમયે કેન્દ્ર સરકારે હાથમાં લગામ રાખી હતી, ત્યાં સુધી કોરોના નિયંત્રણમાં હતું. પરંતુ તે દરમિયાન કેટલાક રાજ્યો અને મીડિયાના એક વિભાગે આવી સિસ્ટમ સામે અભિયાન ચલાવ્યું.

આ ઉપરાંત દિવાળી સુધી કેન્દ્ર તરફથી 18+ ને મફત રસી અને 80 કરોડ ગરીબને અનાજ આપવાની જાહેરાત કરી. રસીકરણ ડ્રાઇવ અને રસીને લઈને વિપક્ષ પર હુમલો પણ કર્યો. તેમણે સરકારના નિર્ણયો પર વખાણ કર્યા. છેલ્લા 60-70 વર્ષોની આરોગ્ય પ્રણાલીની તુલના કરતાં, તેમણે તેમના 7-વર્ષના કાર્યકાળને વધુ સારી રીતે વર્ણવ્યો. એકંદરે દરેક સારા માટેનું શ્રેય કેન્દ્રને આપવામાં આવ્યું હતું અને દરેક ખરાબ નિર્ણય નો દોષ રાજ્યો પર થોપી દીધો.

Back to top button