IndiaNarendra Modi

આજે સાંજે 5 વાગ્યે પીએમ મોદી દેશને સંબોધિત કરશે, શું જાહેરાત થઇ શકે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પીએમઓ વતી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. આજના સંબોધનમાં વડા પ્રધાન દેશની કોરોનાની સ્થિતિ વિશે વાત કરી શકે છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનલોક કરવામાં સાવચેતી રહેવાની અપીલ કરી શકે છે.

આવી સ્થિતિમાં પીએમ મોદી તેમના સંબોધનમાં અનલોક કરવાની આ પ્રક્રિયા પર વાતચીત કરી શકે છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી શકે છે. લોકડાઉન ખુલતા પહેલા બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી એ અંગે ટકોર પણ થઇ શકે છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ, આજના સંબોધનમાં પીએમ મોદી દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન પર પણ વાત કરી શકે છે અને રસીકરણ અંગે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર ની ગતિ સતત ઓછી થઈ રહી છે. આજે દેશમાં નવા 1,00,636 કેસ નોંધાયા છે. ચેપને કારણે વધુ 2,427 લોકોના મોત પછી, મૃત્યુની સંખ્યા વધીને 3,49,186 થઈ ગઈ છે.

મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં હાલમાં કોરોના વાયરસના ચેપ માટે 14,01,609 લોકો સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ કુલ 76,190 કેસોનો ઘટાડો થયો છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,71,59,180 લોકો ચેપ મુક્ત થયા છે.

Back to top button