IndiaMaharashtra

મોટો અગ્નિકાંડ: સેનિટાઈઝર બનાવનારી કંપનીમાં લાગી ભીષણ આગ, 13 મહિલાઓ સહીત 15 લોકોના મોત

પૂણે ના પીરંગુટ એમઆઈડીસી વિસ્તારમાં એક સેનિટાઈઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. કારખાનામાં ફસાયેલા 37 માંથી 13 મહિલા અને 2 પુરૂષ કામદારો આગને કારણે મૃત્યુ પામ્યા છે. હજી ઘણા કર્મચારીઓ ગુમ છે. ફેક્ટરીમાંથી નીકળતો કાળો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાઇ રહ્યો છે. હાલમાં કારખાનામાં ઘણા મજૂરો ફસાયા છે.

ફાયર ફાયટર ની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે ડઝનથી વધુ ફાયર બ્રિગેડના જવાનો તેમનો બચાવ કાર્ય કરી રહ્યા છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે, જેના કારણે તે આજે ખૂબ ઝડપથી પ્રસરે છે. એસવીએસ કેમિકલ્સ નામના આ ફેક્ટરીના ધુમાડા ના કારણે, બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ છે. એવું માનવામાં આવે છે કે ધુમાડાના કારણે ગુમ થયેલા કામદારો ફેક્ટરીમાં જ બેહોશ થઈ ગયા છે.

જોકે આગનું કારણ હજી સ્પષ્ટ નથી થયું, પરંતુ એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટ તેનું મોટું કારણ હોઈ શકે છે. ત્રણ ફાયર ટેન્કર થી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીસ નિરીક્ષક અશોક ધૂમલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

Back to top button