International

કારચાલકે આખા પરિવાર ને અડફેટે લીધો, એક જ પરિવાર ના 4 લોકોના મોત

કેનેડામાં પગપાળા જતા મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને એક વ્યક્તિએ તેના વાહનથી ટક્કર મારી હતી. આ ઘટનામાં પરિવારના ચાર સભ્યોનાં મોત નીપજ્યાં છે અને એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેનેડિયન પોલીસે સોમવારે આ વિશે જણાવ્યું હતું. આરોપ છે કે ડ્રાઇવરે પરિવારને મુસ્લિમ હોવાના લીધે નિશાન બનાવ્યા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી.

પોલીસે જણાવ્યું કે ભોગ બનેલા લોકોમાં 74 વર્ષની મહિલા, 46 વર્ષનો એક પુરુષ, 44 વર્ષીય મહિલા અને એક 15 વર્ષની એક છોકરી શામેલ છે. નવ વર્ષિય બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. પરિવારે નામ ન આપવાની વિનંતી કરી છે. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ચાર લોકોની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ ઓન્ટેરિઓમાં લંડનનો રહેવાસી નથાનીએલ વેલ્ટમેન (20) પીડિતોને ઓળખતો નથી. પોલીસે જણાવ્યું કે વાહને એક વળાંક પર પરિવાર ને અડફેટે લીધો હતો. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિની નજીકના મોલના પાર્કિંગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ વડા સ્ટીફન વિલિયમ્સે કહ્યું: “અમારું માનવું છે કે પીડિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસ્લિમ છે. જો કોઈ પણ સમુદાયને નફરતની ભાવનાથી નિશાન બનાવવામાં આવે તો સમુદાય ખાસ કરીને મુસ્લિમોમાં ભય અને ગભરાટ પેદા થઈ શકે છે.

Back to top button