Gujarat

ભચાઉ: ટ્રેક્ટર પલ્ટી જતા ગંભીર અકસ્માત, 3 લોકોના મોત

ભચાઉ તાલુકાના શિવલખા નજીક ટ્રેક્ટર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણને ઇજાઓ થઇ હતી. લક્ષ્મીનારાયણ રામધર નિસાદે નોંધાવેલી ફરિયાદ મુજબ તે, રાહુલ રવિશંકર નિસાદ, બબલુકુમાર ફાગુરામ, ફરિયાદીનો ભાઈ વેજનાથ રામધાર નિસાદ, લવકુશ રાજાર આ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા હતા.

દશરથ નિસાદ, રાકેશકુમાર વિજયશંકર નિસાદ સોલાર પ્લાન્ટની પ્લેટો સાફ કર્યા બાદ તેઓ મોડી રાત્રે એક ટ્રેક્ટરમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટર ચાલક રાહુલ રવિશંકર નિસાદે અચાનક ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવ્યા બાદ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા.

ફરીયાદી લક્ષ્મીનારાયણ અને રાકેશ કુમાર સદનસીબે ટ્રેક્ટર પરથી કુદી જતા તેમનો જીવ બચી ગયો. તેમની ફરિયાદના આધારે લાકડિયા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઇજાગ્રસ્તોને લાકડિયા ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને વધુ સારવાર માટે અન્ય હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Back to top button