International

ફ્રાંસ ના રાષ્ટ્રપતિ ને એક વ્યક્તિએ જાહેરમાં લાફો મારી દીધો, પછી થયું આવું જુઓ વિડીયો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને દેશના દક્ષિણ ભાગની તેમની મુલાકાત દરમિયાન એક વ્યક્તિએ લાફો મારી દીધો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા કર્મીઓએ તે શખ્સને પકડ્યો અને ખેંચીને લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુરક્ષા કર્મીઓથી ઘેરાયેલા મેક્રોન લોકોને મળતા નજરે પડે છે. આ દરમિયાન એક વ્યક્તિએ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા બાદ તેને થપ્પડ મારી હતી.

મેક્રોન દક્ષિણ-પૂર્વી ફ્રાન્સના ડ્રોમ વિસ્તારની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે હોટલના માલિકો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને કોવિડ રોગચાળા પછી જીવન ટ્રેક પર લાવવા અંગે વાત કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હાથ લંબાવે છે અને તેના ચહેરા પર થપ્પડ મારે છે જયારે મેક્રોન સમર્થકોની નજીક આવે છે. જુઓ વિડીયો,

ફ્રેન્ચ મીડિયાએ પુષ્ટિ આપી છે કે આ ગુનામાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાંસના વડા પ્રધાને આ ઘટનાને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું.

Tags
Back to top button