GujaratRajkotSaurashtra

ગોંડલ: બિલ્ડરના યુવાન પુત્રનું કરંટ લાગવાથી મોત, દિવાળી પછી લગ્ન હતા, વરરાજા ની જેમ જ સ્મશાનયાત્રા કાઢી અને બહેને પીઠી પણ ચોળી

ગોંડલના શ્રીરામ બિલ્ડર ના મનસુખભાઇ ચૌહાણના પુત્ર અજય ચૌહાણ નું ૨૫ વર્ષની યુવાન વયે જ ગઈકાલે કરંટ લાગવાથી મોત થયું. અજયના દિવાળી પછી લગ્ન પણ નક્કી થઇ ગયા હતા અને પરિવારે લગ્નની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલુ કરી હતી. પણ ભગવાને કૈક અલગ જ વિચાર્યું હશે અને અજય આમ છોડીને ચાલ્યો ગયો.

યુવાન પુત્રના મોતથી પરિવાર સાવ ભાંગી પડ્યો હતો પણ પિતાની ઇચ્છા હતી કે અજય ને વરરાજા ની જેમ તૈયાર કરવામાં આવે. જેથી અજયના મૃતદેહ ને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો અને બહેને ભારે હૈયે પીઠી પણ ચોળી હતી. અજય ની સ્મશાન યાત્રામાં પણ તૈયારીઓ કરાઈ હતી.

પિતા મનસુખભાઇએ બ્રાહ્મણ ને બોલાવ્યા અને અજય ને સ્નાન કરાવીને તેને વરરાજાની જેમ જ શણગાર કર્યો હતો. બહેને પીઠી ચોળીને ભાઈને હાર પણ પહેરાવ્યો હતો. વરરાજાની જેમ અત્તર પણ છાટ્યું અને પછી અંતિમયાત્રા નીકળી હતી. અજય ના દેહ ને જેમાં રખાયો તે વાહન ને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. પોતાના ઘરેથી સ્મશાનગૃહ સુધી નો માર્ગ પણ શણગાર્યો હતો. આ જોઇને દરેક લોકો ભાવુક થઇ ગયા હતા.

અજય એક નો એક પુત્ર હતો અને તેના લગ્ન 21-05-2021 ના ​​રોજ નક્કી કરાયા હતા પણ પિતા અને સાસરી વાળા ની ઈચ્છા હતી કે લગ્ન ધામધુમ થી કરવા છે. જેથી લગ્ન દિવાળી બાદ યોજવાનું નક્કી કર્યું. પણ આ પહેલા જ અજયે દુનિયામાંથી વિદાય લઇ લેતા બંને પરિવારો ભાંગી પડ્યા છે.

Back to top button