InternationalPakistan

લો બોલો..સિક્યોરીટી ગાર્ડે ડોક્ટર બનીને સર્જરી કરી, મહિલાનું મોત

પાકિસ્તાનના લાહોરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર લાહોરની એક હોસ્પિટલમાં પૂર્વ સુરક્ષા ગાર્ડ, ડોક્ટર તરીકે એક વૃદ્ધ મહિલા પર સર્જરી કરતો હતો. આ ઘટના લાહોરની મેયો હોસ્પિટલની છે, જ્યાં 80 વર્ષની વૃદ્ધ મહિલા શમિમા બેગમનું રવિવારે અવસાન થયું હતું. હોસ્પિટલના પૂર્વ સિક્યુરિટી ગાર્ડ મુહમ્મદ વહીદ બટ્ટે વૃદ્ધ મહિલા પર સર્જરી કરાવી હતી. આટલી મોટી બેદરકારી સામે આવી હોવા છતાં આ સરકારી હોસ્પિટલનો વહીવટ તેની કામગીરી બરાબર કરી રહ્યો છે.

મેયો હોસ્પિટલના વહીવટીતંત્રે તેની જવાબદારીની અવગણના કરી છે અને કહ્યું છે કે તેઓ દરેક ડોક્ટર અથવા અન્ય વ્યક્તિ હોસ્પિટલમાં શું કરે છે તેનું નિરીક્ષણ કરી શકતા નથી. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે દરેક ડોક્ટર ક્યારે શું કરે છે તેનું ધ્યાન નથી રાખી શકતા. આ એક મોટી હોસ્પિટલ છે.

જ્યારે ઘાની હાલત વધુ બગડતી અને લોહી નીકળવું અને દુખાવો વધતો ગયો ત્યારે તેમનો પરિવાર બેગમને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને ખબર પડી કે તેમને શું થયું છે. રિપોર્ટ્સ અનુસાર નિષ્ફળ સર્જરીને કારણે તેનું મૃત્યુ થયું છે કે કેમ તે જાણવા બેગમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ બટ્ટની ધરપકડ કરી તેને કસ્ટડી લીધી હતી. લાહોર પોલીસ પ્રવક્તા અલી સફદારે કહ્યું કે, ગાર્ડ પર આરોપ મૂકાયો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે.

એવું પણ જાણવા મળ્યું છે કે બેગમ એકમાત્ર દર્દી નહોતી જે સારવાર માટે ચૂકવણી કરતી હતી. બટે પોતાને એક ડોક્ટર તરીકે રજુ કર્યો હતો અને અન્ય દર્દીઓના ઘરે પણ મુલાકાત લીધી હતી, એમ મેયો હોસ્પિટલના સ્ટાફ સભ્યએ જણાવ્યું હતું. મેયો હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, બટને બે વર્ષ પહેલાં દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરવા બદલ બરતરફ કરવમાં આવેલ.

Back to top button