healthIndiaInternational

બીજી લહેર માંડ ધીમી પડી ત્યાં ભારતમાં કોરોના નો નવો સ્ટ્રેઈન આવ્યો, અતિજોખમી છે

ભારતમાં કોરોનાની બીજી લહેર ની ચિંતા હજુ ઓછી નથી થઇ અને આ દરમિયાન એક નવો ખતરો સામે આવ્યો છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીએ કોવિડ-19 નો નવો પ્રકાર B.1.1.28.2 શોધ્યો છે. બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો છે.

કોરોના આ નવા પ્રકારને વધુ જોખમી માનવામાં આવે છે કારણ કે તે ચેપગ્રસ્ત લોકોમાં ગંભીર લક્ષણો પેદા કરી શકે છે. એનઆઈવીની તપાસ મુજબ, આ વેરિએન્ટ દર્દીઓને ગંભીર રીતે બીમાર કરી શકે છે. પુણેના એનઆઈવી દ્વારા કરવામાં આવેલા અન્ય અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોવાક્સિન આ પ્રકાર સામે અસરકારક છે. અધ્યયન મુજબ રસીના બે ડોઝ દ્વારા ઉત્પાદિત એન્ટિબોડીઝ આ પ્રકારને દૂર કરવામાં અસરકારક છે.

આ સ્ટ્રેઈન વિશે જાણવા મળ્યું છે કે તેનાથી ચેપ લાગ્યા પછી ૭ દિવસમાં જ હાલત ખરાબ થવા લાગે છે. વળી, શરીરમાં હાજર એન્ટિબોડીઝને પણ આ વેરિએન્ટથી જોખમ રહેલું છે અને તેમાં સતત ઘટાડો જોવા મળે છે. પહેલા આ વેરિઅન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યું અને ત્યારબાદ ત્યાંથી બે વેરિઅન્ટ ભારતમાં આવ્યા. જો કે આ વેરીએન્ટ ના કેટલા કેસ ભારતમાં છે એ હજી જાણી શકાયું નથી.

તાજેતરમાં WHO એ ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટને ચિંતાજનક તરીકે વર્ણવ્યું છે, પરંતુ શું આ નવું વેરિએન્ટ તેનાથી વધુ જોખમી સાબિત થઈ શકે છે? એક સવાલ એ પણ છે કે જો ડેલ્ટાથી સંક્રમિત દર્દીમાં ફરીથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે, તો શું આ નવું રૂપ તેના પાછળનું કારણ ગણી શકાય?

નવા વેરિએન્ટ વિશે હજી વધુ માહિતી એકત્રિત કરવાની બાકી છે, પરંતુ જો તેની અસર વ્યાપક હશે તો નવી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. માનવામાં આવે છે કે ભારતની રસી કોવેક્સીન તેની સામે અસરકારક છે, પરંતુ તેની સામે લડવા માટે રસીમાં પણ ફેરફારની જરૂર રહેશે.

Back to top button