CrimeIndia

પેટમાં છરી સાથે યુવક પોલીસ સ્ટેશન પહોચ્યો, પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

મોટાભાગના ગુનાઓ નાની વસ્તુઓ પર જ શરૂ થાય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મ્હાડા કોલોની પરિસરમાં ઝગડો થતાં મોટો વિવાદ શરૂ થયો હતો. અહીં 10-12 લોકોએ મળીને ત્રણ યુવકો પર હુમલો કર્યો હતો અને એક યુવકના પેટમાં છરી મારી હતી.

જે બાદ ઈજાગ્રસ્ત યુવક પેટમાં છરી લાગેલી હાલતમાં જ સીધો પોલીસ મથક ગયો હતો, પોલીસકર્મી પોતે જ તેને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહીંથી છોકરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે.

૩ દિવસ પહેલા કલ્પેશ અને સલમાન વચ્ચે એક બીજા પર નજર રાખવા અંગે દલીલ થઈ હતી. આ વિવાદ બાદ મામલો થાળે પડ્યો હતો પરંતુ ગઈકાલે આરોપીએ કલ્પેશને દરગાહ પાસે બોલાવ્યો હતો. અહીં બેઠેલા છોકરાઓએ પહેલા કલ્પેશ અને તેના બે સાથીઓને માર માર્યો હતો અને બાદમાં કલ્પેશ પર હુમલો કર્યો હતો.

કલ્પેશ ને પેટમાં છરી મારી દીધી હતી. કલ્પેશ આ હાલતમાં જ કપિલ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, ત્યાંથી પોલીસે તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button