Astrology

રસ્તામાં જો કોઇની અંતિમ યાત્રા જોવા મળે તો આટલા કામ જરૂર કરો,તમારી દરેક મનોકામના પૂર્ણ થશે

ભગવદ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ વાતનો ઉલીખ કર્યો છે,મૃત્યુ એ સનાતન સત્ય છે.જેને ક્યારેય ટાળી ન શકાય,જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે.મૃત્યુ પછી પુનર્જન્મ લેવાનું પણ એટલુ જ સત્ય છે,મૃત્યુ એ કુદરતનું સનાતન સત્ય છે,આ સૃષ્ટિ પર જન્મ લેનાર વ્યક્તિનું એકના એક દિવસ મૃત્યુ તો થવાનું જ છે.

ગરુડ પુરાણ માં કહેવાય છે કે જ્યારે મૃત્યુ આપની નજીક આવે છે ત્યારે યમરાજ આપણને અમુક સંકેતો પણ આપે છે.સારા લોકોને ,મૃત્યુ સામે સારા દિવ્યનો પ્રકાશ થાય છે.ગરુડ પુરાણમાં કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું છે એ વ્યક્તિ તે સમયે બોલી શકતો નથી,અંતિમ સમયે ઈશ્વર તરફથી દિવ્ય દ્રષ્ટિ પપ્રાપ્ત થાય છે.અને સંસારને એક રૂપ સમજવા લાગે છે.

માન્યતા છે કે જે વ્યક્તિ અંતિમ સમયે ભગવાન મહાદેવને બે હાથ જોડીને પ્રાર્થના કરો છો તો મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે,અને મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને પણ શાંતિ મળશે.અંતિમ યાત્રા નીકળી હોય તે સમયે આપણે કોઈ રસ્તા પર હોઈએ અને ત્યથી અંતિમ યાત્રા પસાર થતી હોય તો થોડીક વાર ત્ય ઊભા રહીએ અને મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે અને આ મૃત વ્યક્તિ માટે પ્રાર્થના કરીએ તો પણ આપણી દરેક મનોકામના પૂરી થાય છે.

જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રા જુએ છે અને તે મૃત્યુ પામનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરે તો પણ તો તેના અટકેલાં કામ પણ પૂર્ણ થાય છેપુરાણો અનુસાર જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણની ઠાઠડી ઉઠાવે છે તો તેને દરેક પગલે યજ્ઞ જેટલું પુણ્ય મળે છે.હિન્દુ શાસ્ત્ર મુજબ જો કોઈ બ્રાહ્મણના મૃતદેહને સ્વાર્થ કે પૈસા માટે ઉઠાવે છે તો 10 દિવસ સુધી અશુદ્ધ રહે છે.

મિત્રો,જો અમારો આ લેખ સારો લાગ્યો હોય તો આ લેખ બીજા લોકોને પણ શેર કરો જેથી એમને પણ આ વાતની માહિતી મળે.

Back to top button