BollywoodIndia

મશહૂર ડિરેક્ટર સહર અલી લતીફ નું હાર્ટ એટેક થી નિધન, બોલીવુડના દીગ્ગજોએ શોક વ્યક્ત કર્યો

પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર સહાર અલી લતીફનું સોમવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમને કિડનીની સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ બગડતી રહી અને અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે.

સહર મ્યુટન્ટ મૂવીઝ ની કો-ફાઉન્ડર હતી. લંચ બોક્સ, શકુંતલા દેવી અને દુર્ગામતી જેવી ઘણી ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર હતા. તેના સાથીદાર અને દિગ્દર્શક નીરજ ઉધવાણીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે સહારની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આઠ દિવસ પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એન્ટિબાયોટિક્સ લઈ રહી હતી અને સ્વસ્થ થઈ રહી હતી પરંતુ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને દુનિયાને અલવિદા કહી દીધું.

લતીફે શ્રીનિવાસ રામાનુજન પરની બાયોપિક ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ નોંધપાત્ર કામ કર્યું હતું. તેણે ઝીરો ડાર્ક થર્ટી અને હોમલેન્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. ‘હોમલેન્ડ’ શ્રેણીમાં કામ કરનારી અભિનેત્રી નિમરત કૌરે ટ્વિટર પર લતીફને શ્રદ્ધાંજલિ આપી હતી. લંચબોક્સ ના ડિરેક્ટર રિતેશ બત્રાએ કૌરનું ટ્વિટ શેર કરતાં કહ્યું કે લતીફના અવસાનથી તેઓ ચોંકી ગયા છે. લતીફના પરિવારમાં તેના પતિ અને માતાપિતા છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘હું તમને પરેશાન કરતી હતી કારણ કે હું તમને કેટલું પસંદ કરું છું તે કહી નથી શકતી.

Back to top button