India

મહિલા ટીચરે 16 વર્ષીય વિદ્યાર્થી નું યૌન શોષણ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો, સુસાઇડ નોટ ને સમજવામાં પોલીસને 2 દિવસ લાગ્યા

છત્તીસગઢ ના બિલાસપુરમાં રસાયણશાસ્ત્રના શિક્ષકે તેના 16 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય શોષણ કર્યું હતું. તે તેને અશ્લીલ ચેટ્ મોકલતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થી એકતરફી તેના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ જ્યારે વિદ્યાર્થીને સત્યની ખબર પડી ત્યારે તેણે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

આ મામલે મળી આવેલી સ્યુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે જરૂર પડે ત્યારે ટીચર તેનો લાભ લેતી હતી. તે ઇચ્છે ત્યારે નંબરને બ્લોક કરી દેતી હતી. આ સુસાઇડ નોટના આધારે પોલીસે મહિલા શિક્ષિકાની ધરપકડ કરી છે. મામલો તોરવા પોલીસ સ્ટેશનના વિસ્તાર સાથે સંબંધિત છે.

મળતી માહિતી મુજબ એક ખાનગી શાળામાં આરાધના એક્કા રસાયણશાસ્ત્રની શિક્ષિકા હતી. આત્મહત્યા કરનારો વિદ્યાર્થી પણ એ જ શાળામાં અભ્યાસ કરતો હતો. આરોપ છે કે મહિલા શિક્ષકે વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની શરૂઆત કરી હતી. દરમિયાન શિક્ષકે શાળાના જ સ્ટાફ મેમ્બર સાથે અફેર હતું. વિદ્યાર્થીને આ અંગેની જાણ થતાં તે પરેશાન હતો.

કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીએ ઘણી વખત તે ટીચર નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે નંબર બ્લોક કર્યો હતો. વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. પરેશાન વિદ્યાર્થીએ ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. તેણે ચિઠ્ઠી લખ્યા પછી આત્મહત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે તેણે શેડ્યૂલ કરીને તેના મિત્રોને મોકલ્યું હતું. પોલીસે વિડીયો પણ કબજે કર્યો છે.

વિદ્યાર્થીને ટેકનોલોજીની સારી સમજ હતી. તેણે કોડ ભાષામાં સ્યુસાઇડ નોટ લખી હતી. તેને ડીકોડ કરવામાં પોલીસને બે દિવસથી વધુ સમય લાગ્યો હતો. ટીચર પર ધ્યાન રાખવા વિદ્યાર્થીએ તેનો મોબાઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી દીધા હતા.

જ્યારે શિક્ષિકાને થોડા દિવસો પહેલા આ વાતની ખબર પડી ત્યારે તે 18 માર્ચે વિદ્યાર્થીના ઘરે ગઈ હતી. શિક્ષકે ઘર છોડ્યાના અડધો કલાક બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવાર અને પોલીસને તેના બીજા જ દિવસે એટલે કે 19 માર્ચે ખબર પડી હતી.

Back to top button