AhmedabadGujaratMadhya GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં મેઘરાજા ની પધરામણી: વલસાડમાં ભારે વરસાદ, આગામી 5 દિવસ અમદાવાદ,સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ આવી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાનું વાતાવરણ પણ બદલાયું છે. ગઈકાલ બાદ આજે પણ મોડીરાત્રે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મેઘરાજા એ રાજ્યના ચેરાપુંજી કહેવાતા કપરાડામાં પણ પધરામણી કરી છે. મોડી રાત્રે વાપી અને આજુબાજુના વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ૫ દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી પણ કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 9 જૂનથી 13 જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય ગુજરાત જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમા પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને આણંદમાં પણ 12 અને 13 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તેમજ ભાગોમાં આ દિવસોમાં વરસાદની આગાહી કરાઈ નથી. છેલ્લા ૨-૩ દિવસથી અમદાવાદમાં રાત્રે વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીમાં પણ આંશિક રાહત મળી છે.

Tags
Back to top button