India

ચાલુ લગ્નમાં દુલ્હને વરરાજા ને ગુટખા ખાતા જોઈ લીધો,કહ્યું હવે લગ્ન નથી કરવા

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં વરરાજા નશો કરીને આવતા કન્યાએ લગ્ન કરવાની નાં પાડી દીધી હતી તે કિસ્સો સૌએ સાંભળ્યો હતો.ત્યાં હવે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં વરરાજાએ ગુટખા ખાધા હોવાથી કન્યાએ વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

મણિયાર પોલીસ મથકના અધિકારી શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મિસરૌલી ગામની કન્યાના લગ્ન ૫ જૂને ખેજુરી ગામના એક યુવક સાથે થવાના હતા. જો કે વરરાજા જાન લઈને પહોંચ્યો ત્યારે કન્યાએ જોયું કે તે ગુટખા ચાવતો હતો. વરરાજાને ગુટખા ખાતા જોઇને કન્યાએ લગ્ન કરવાની ના પાડી હતી ત્યારબાદ બધી વિધિઓ બંધ કરી દેવામાં આવી હતી.

કલાકોના આગ્રહ પછી જ્યારે કન્યાએ ના જ પાડી, ત્યારે લગ્નને રદ કરવામાં આવ્યા હતા અને પરિવારોએ અગાઉ એકબીજા પાસેથી મળેલી ભેટો પણ પરત આપવાનું નક્કી કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધા બાદ થોડા સમય માટે ત્યાં હંગામો થયો હતો, પરંતુ ગામના વડીલોની દખલ બાદ મામલો ખતમ થઈ ગયો હતો. એક અઠવાડિયામાં ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની બીજી ઘટના છે.

ગયા અઠવાડિયે પ્રતાપગઢ જિલ્લાની એક કન્યાએ જ્યારે વરરાજા નશો કરેલી હાલતમાં આવ્યો ત્યારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતા, પોલીસને બોલાવવામાં આવી હતી અને તેમના હસ્તક્ષેપમાં વરરાજાના પરિવારજનો લગ્નની ભેટો પરત આપવા સંમત થયા હતા.

Back to top button