GujaratIndiaSouth GujaratSurat

સુરત ના કામિની પટેલે મૃત્યુ બાદ 3 રાજ્યના 7 લોકોને નવું જીવન આપ્યું

સુરતની મહિલાના અંગો એ પાંચ લોકોને નવું જીવન આપ્યું છે અને વધુ બે લોકોને નવું જીવન મળવાનું છે. મહિલા હવે આ દુનિયામાં નથી પરંતુ તેનું હૃદય હજી પણ અન્ય મહિલાની છાતીમાં ધબકે છે. તેના ફેફસાં બીજી સ્ત્રીના લોહીમાં ઓક્સિજન પૂરા પાડે છે. તેની બંને કિડની બે માણસોના શરીરમાં લોહી સાફ કરી રહી છે. યકૃત બીજા માનવ શરીરનું પાવર હાઉસ બની ગયું છે. મહિલા ની બે આંખો હવે અન્ય વ્યક્તિના જીવનને પ્રકાશિત કરવા તૈયાર છે.

આ સુરતના કામિની પટેલ ની વાત છે. 46 વર્ષીય કામિની ને બ્રેઇન સ્ટ્રોકને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 મે થી તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સ્થિતિ વધુ બગડતા તેઓ સાજા થયા નહી. એક દિવસ તેનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું અને ડોક્ટરોએ કહ્યું કે તેમને મગજનું હેમરેજ થયું છે. આ પછી તેમને શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં મગજની સર્જરી કરવામાં આવી હતી, લોહીની ગાંઠો દૂર કરાઈ પણ તેમની સ્થિતિ સુધરી નહી.

ડોકટરોએ ઘણી કોશિશ કરી પણ તેમને બચાવી શકાય નહી. ડોક્ટરોએ પરિવારે જણાવ્યું હતું કે કામિની પટેલ બ્રેઇન ડેડ છે. પરિવારમાં કામિની પટેલના પતિ, તેનો પુત્ર, તેનો ભાઈ હતો. પરિવારના સભ્યોએ ડોક્ટરોને પૂછ્યું કે હવે તેઓ શું કરી શકે? ડોક્ટરોએ કહ્યું કે કામિની હવે પાછા આવી શકશે નહીં. પરંતુ તેના શરીરના બધા ભાગો ઘણા લોકોને જીવન આપી શકે છે. ડોકટરોની સમજાવટ બાદ પરિવારજનો એ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

જે બાદ કામિનીના અંગો ને સાચવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલ અને એક એનજીઓ વતી સંદેશ આપ્યો હતો કે એક મહિલાએ સુરતમાં અંગદાન કર્યું છે. તેના ફેફસાં, હૃદય, યકૃત, કિડની અને કોર્નિયા દાન માટે તૈયાર છે. ત્યારબાદ હૈદરાબાદ, મુંબઇ અને અમદાવાદના ડોકટરોની ટીમ સુરતની હોસ્પિટલમાં એકત્રીત થઈ.

હૈદરાબાદની એક મહિલાને ફેફસાની જરૂર હતી. મુંબઈની એક હોસ્પિટલમાં એક મહિલાને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ કરવામાં આવી હતી. અમદાવાદમાં કિડની અને યકૃતની જરૂર હતી. બધું નક્કી થયા પછી કામિનીના અવયવો ને રીઝર્વ કરવામાં આવ્યા. હૈદરાબાદ, મુંબઇ અને અમદાવાદના ડોકટરોની ટીમ ઓપરેશન થિયેટરમાં પહોંચી હતી.

પ્રથમ કામિની બેનનું હૃદય કાઢવામાં આવ્યું હતું. આ પછી ફેફસાં કાઢવામાં આવ્યા હતા અને તેને સેફ બોક્સમાં રખાયા હતા અને ત્યારબાદ અન્ય અવયવો પ્રત્યારોપણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને હૈદરાબાદ, મુંબઇ અને અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં મોકલ્યા જ્યાં લોકોને નવું જીવન મળ્યું.

Back to top button