GujaratSouth GujaratSurat

સુરત: રૂમમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો, રૂમમાં દારૂ ની બોટલો પણ મળી

સુરતમાં વેસુમાં એક મિઝોરમ યુવતીની લાશ મંગળવારે આનંદ નિવાસમાં એક ફ્લેટમાંથી મળી આવી હતી.તેનું શરીર ખરાબ રીતે સડી ગયું હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પરાગ ડાવરાએ જણાવ્યું છે કે મૃતકની ઓળખ આશા સારકી તરીકે થઈ છે.

તે મિઝોરમની રહેવાસી હતી અને છેલ્લા પાંચ વર્ષથી સુમન આનંદ આવાસના ફ્લેટ નંબર 503 માં રહેતી હતી. તેની રવિવારે મિઝોરમમાં રહેતી તેની માતા સાથે વાત થઈ હતી. ત્યારબાદ તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. તેનો ફોન પણ બંધ થઈ ગયો. આના આધારે તેની માતાએ તેના એક પરિચિતનો સંપર્ક સાધ્યો અને મંગળવારે તેને તેના ફ્લેટમાં મોકલી આપ્યો. અંદરથી ફલેટનો દરવાજો બંધ હતો.

તેણે ઘણી વાર દરવાજો ખટખટાવ્યો પણ તે ખુલ્યો નહીં. તેમણે આ અંગે લોકોને માહિતી આપી હતી. ફ્લેટમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી જેથી લોકોએ પોલીસને જાણ કરી હતી.ફાયર બ્રિગેડ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ ના જવાને ફ્લેટના દરવાજાને તોડી અંદર પ્રવેશ કરી હતી, યુવતીની લાશ સડેલી હાલતમાં બેડરૂમમાં મળી હતી. પોલીસે સ્થળ પર જ ફોરેન્સિક તપાસ કરાવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આસપાસના લોકોની પૂછપરછ કર્યા પછી ખબર પડી કે ખૂબ ઓછા લોકો તેની મુલાકાત લેતા હતા અને તે ઘરે એકલી રહેતી હતી. પોલીસે જણાવ્યું કે, ફ્લેટમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. લોકોની પૂછપરછમાં ખબર પડી છે કે તેણી બીમાર પણ રહેતી હતી.

તેને શું બીમારી હતી તે વિશે જાણકારી નથી, પરંતુ ઘણીવાર બીમાર રહેવાના કારણે ઘરે જ રહેતી હતી. પથારી પર જે રીતે મૃતદેહ મળી આવ્યો હતો, તેવું લાગે છે કે તે કોઈ ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામી છે. પૂછપરછ દરમિયાન લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, યુવતી છેલ્લા પાંચ વર્ષથી ફ્લેટમાં રહેતી હતી. ફ્લેટ તેના જ નામે છે.

Back to top button