International

પક્ષી ના શ્વાસ અટકી ગયા, એક વ્યકિતે પોતાના મોં થી શ્વાસ આપીને જીવ બચાવ્યો, જુઓ અદ્ભુત વિડીયો

બીજાના જીવ બચાવવા એ માનવતાનું કાર્ય કહેવાય છે. નિર્દોષ અને લાચાર લોકોને મદદ કરનારાઓને હંમેશા આશીર્વાદ મળે છે. આવા જ એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે તેના મો દ્વારા શ્વાસ આપીને મરતા પક્ષીને બચાવ્યું હતું. આ વ્યક્તિની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે અને લોકો તેના આશીર્વાદ આપી રહ્યા છે.

આ વીડિયો તાજેતરમાં આઈએફએસ અધિકારી સંદીપ ત્રિપાઠી દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક માણસ પક્ષીની તપાસ કરી રહ્યો છે. પક્ષીની હાલત ખરાબ છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પછી આ વ્યક્તિ તેના મોં દ્વારા શ્વાસ આપીને બચાવવાનો પ્રયત્ન કરે છે અને પ્રયાસ સફળ થાય છે. તબીબી ભાષામાં મોં દ્વારા શ્વાસ આપવાની પ્રક્રિયાને સીપીઆર કહેવામાં આવે છે.

ત્રિપાઠીએ વિડીયો શેર કરતા લખ્યું છે કે કુકાબૂરા પક્ષીને જીવંત કરવાની હૃદયસ્પર્શી વાર્તા. લોકોને આ વીડિયો ખૂબ ગમ્યો અને લોકો આ વ્યકિત ના વિડીયો ને શેર કરીને ખુબ જ વખાણ કરી રહ્યા છે.વિડિઓમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તે વ્યક્તિ કેટલીકવાર પક્ષીની છાતી દબાવે અને કેટલીક વાર પોતાના મોં થી શ્વાસ આપે છે જેથી પક્ષી શ્વાસ લઇ શકે. જુઓ વિડીયો,

તે પછી પક્ષી શ્વાસ લેવા લાગે છે અને ઉભું થઇ જાય છે.એવું કહેવામાં આવે છે કે આ પછી કુકાબૂરી પક્ષી રોજ આ વ્યક્તિની મુલાકાત લેતું હતું. આ વ્યક્તિએ તેનું નામ જ્યોર્જ રાખ્યું અને બંને મિત્રો બની ગયા હતા. પક્ષી માટે કરેલા પ્રયત્નો આ માણસને હીરો બનાવે છે અને પક્ષીએ પણ તેની રીતે તેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

Tags
Back to top button