Gujarat

ગુજરાતમાં આ તારીખથી ચોમાસા નું આગમન, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં અનેક શહેરોમાં આમ તો વરસાદ શરુ થઇ ચુક્યો છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે જે હવે વલસાડ સહીત દક્ષીણ ગુજરાતમાં પ્રવેશ કરશે. બંગાળની ખાડીમાં નીચા દબાણની સંભાવના છે, આથી ગુજરાતમાં 14 જુનથી ચોમાસા ના આગમન ની શક્યતા દેખાઈ રહી છે.

રાજ્ય સહિતના અન્ય ભાગોમાં ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિની શરૂઆત થઇ જશે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ૨૦ જુન પચો વરસાદી માહોલ સર્જાશે. જુનના અંતિમ અઠવાડિયામાં આખા રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ હશે. 12 થી 15 જુલાઇ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાંઆ વર્ષે સીઝન નો 98 થી 102 ટકા વરસાદ થાય તેવી આગાહી કરાઈ છે.હાલ વરસાદ પહેલા અમદાવાદ અને રાજ્યના ઘણા શહેરોમાં ગરમીનો પ્રક્પ પણ વધ્યો છે. અમદાવાદમાં દિવસભર બફારા બાદ રાત્રે ઠંડક નું વાતાવરણ સર્જાય છે.આજે સૌરાષ્ટ્રમાં અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ પણ સર્જાઈ હતી.

Back to top button