BhavnagarGujaratIndiaInternationalSaurashtra

ભારત-શ્રીલંકા T-20 સીરીઝ: ભારત ની ટીમ જાહેર, ભાવનગર ના ચેતન સાકરિયા ને પણ ટીમમાં સ્થાન મળ્યું

ભારતીય ક્રિકેટ બોર્ડ એ શ્રીલંકા પ્રવાસ માટે વનડે અને ટી-20 ટીમની જાહેરાત કરી છે. ઓપનર શિખર ધવનને બંને ફોર્મેટમાં કપ્તાની તક આપવામાં આવી છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઉપ-કેપ્ટન રહેશે. કોચના નામ પર સસ્પેન્સ છે, પરંતુ માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ આ ટૂર માટે ટીમના મુખ્ય કોચ રહેશે. ટીમમાં ગુજરાતના ભાવનગરના ચેતન સાકરિયા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રીલંકા પ્રવાસ પર ભારતે પ્રથમ 3 વનડે શ્રેણી રમવાની છે. મેચ 13, 16 અને 18 જુલાઈના રોજ યોજાશે. આ પછી, 21, 23 અને 25 જુલાઈએ 3 ટી 20 મેચની શ્રેણી રમાશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે યોજાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલા ખેલાડીઓનો આ બંને શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ભારતીય ટીમ જૂન મહિનામાં ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ શ્રેણીની ફાઇનલ રમ્યા બાદ અને ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સાથેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે તૈયાર રહેશે.

રેગ્યુલર કોચ રવિ શાસ્ત્રી પણ વિરાટની ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પૂર્વ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ શ્રીલંકાની મેચ રમાઈ શકે- છે. બીસીસીઆઈ દ્રવિડ વિશે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ બીજી વખત હશે જ્યારે તે સિનિયર ટીમ ઈન્ડિયામાં કોચ તરીકે જોડાશે.

Back to top button