India

મહિલા આયોગનો બફાટ: કહ્યું કે છોકરીઓને મોબાઈલ આપવાથી જ અપરાધ વધે છે

મહિલાઓ સામે વધતા જતા ગુના હંમેશાં એક મોટી સમસ્યા રહી છે, આ મુદ્દે સમાજમાં સતત કામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગની સભ્ય મીના કુમારીનું માનવું છે કે મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો થવાનું કારણ તેઓનો મોબાઇલ ફોનનો ઉપયોગ છે.

ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચેલી મીના કુમારીએ અહીં એક નિવેદન આપ્યું હતું કે મહિલાઓ સામે વધતા જતા ગુનાઓ માટે સમાજને પોતે જ ગંભીર બનવું પડશે. આવા કિસ્સાઓમાં મોબાઈલ એક મોટી સમસ્યા બની ગઈ છે, છોકરીઓ કલાકો સુધી મોબાઈલ પર વાતો કરે છે.છોકરાઓ સાથે બેસે છે.

મીના કુમારીએ જણાવ્યું કે, છોકરીઓના મોબાઈલ પણ ચેક કરાતા નથી. પરિવારના સભ્યો જાણતા નથી અને પછી મોબાઈલમાં વાત કરીને પછી છોકરા સાથે ભાગી જાય છે.ઉત્તર પ્રદેશ મહિલા આયોગની સભ્ય મીના કુમારીએ અપીલ કરી છે કે છોકરીઓને મોબાઈલ ન આપવામાં આવે અને જો તેઓ મોબાઇલ આપે તો તેમની સંપૂર્ણ દેખરેખ રાખવી. તેમણે કહ્યું કે માતાની આમાં મોટી જવાબદારી છે અને આજે જો દીકરીઓ બગડે છે, તો તેની માતા તેની માટે જવાબદાર છે.

મહિલાઓ સામે વધતો ગુનાહ એક મોટો મુદ્દો રહ્યો છે. પરંતુ આવા સંવેદનશીલ મુદ્દા પર, મહિલા પંચની સભ્ય દ્વારા મોબાઇલ ફોનને આ રીતે જવાબદાર ઠેરવવા માટેના નિવેદનની ઘણી ટીકા થઈ રહી છે. આ પ્રકારની વાહિયાત દલીલ આપવામાં આવી હોય તેવું પહેલીવાર નથી. આ પહેલા પણ આવી બાબતો સામે આવી ચુકી છે. જ્યાં કેટલીક વાર કપડાં, ક્યારેક મોબાઈલ ફોન અથવા તો અન્ય મુદ્દાઓ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

Back to top button