CrimeGujaratRajkotSaurashtra

ઉપલેટા: દેરાણી-જેઠાણીના ઝઘડામાં 9 વર્ષની બાળકીની હત્યા: કાકીએ માથામાં દસ્તો મારીને જીવ લઇ લીધો

ઉપલેટામાં બે દિવસ પહેલા દર્દનાક ઘટના બની હતી.ઘટનાથી સમગ્ર વિસ્તારના લોકો હચમચી ગયા છે. એક કાકીએ તેની 9 વર્ષની ભત્રીજી આયુષિ ની ક્રૂર હત્યા કરી નાખી હતી. જો કે આ હત્યા ને ખુદ બાળકીના માતા પિતાએ જ અકસ્માતમાં ખપાવી દીધી હતી પણ પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થયો.

બાળકીના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમસંસ્કાર પણ કરી દેવાયા હતા. બાળકીની હત્યા તેમજ પુરાવાઓનો નાશ કરવા બદલ બાળકીના પિતા અને કાકા ની ધરપકડ કરાઈ છે.ઉપલેટામાં શહીદ ભગતસિંહ ચોક પાસે દુકાન ચલાવતા બે ભાઈ પરિવારમાં રહે છે. મોટા ભાઈ ચેતનને બે પુત્રીઓ છે અને નાના ભાઈ મયુરને બે પુત્રો છે.

જો કે દેરાણી અને જેઠાણી વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા રહેતા હતા જેથી બે દિવસ પહેલા તેનો બદલો લેવા કાકીએ માસૂમ ભત્રીજી ને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. કાકી વંદના એ આયુષી ને કહ્યું ચાલ તને એક વસ્તુ આપું. એમ કહીને કાકી તેને છત પર લઇ ગઈ હતી. છત પર આયુષી ને સુવડાવી દીધી અને તેના માથા પર દસ્તા વડે હુમલો ક્રર્યો હતો.આયુષી ના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને ત્યાં જ બેભાન થઇ ગઈ હતી. પછી કાકીએ ઘરના લોકોને કહ્યું કે આયુષી પહેલા માળેથી પડી ગઈ છે.

બાળકીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ ત્યાં ડોક્ટરે આયુષી ને મૃત જાહેર કરી. બાદમાં ઘરના તમામ લોકો હોસ્પિટલ પહોચી ગયા હતા જ્યાં આયુષી ના પિતાને ખબર પડી ગઈ કે આયુષી ની હત્યા થઇ છે. પણ તેણે ઘરની વાત ઘરમાં જ રાખવા પહેલા ભાઈ ને જ આ વાત કરી હતી.

આયુષી ના પોસ્ટમોર્ટમ વગર જ તેના અંતિમસંસ્કાર કરી દેવાયા હતા જો કે પોલીસ ને આ વાત ની જાણ થતા બંને ભાઈઓની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં તમામ વિગતો સામે આવી હતી.

દેરાણી-જેઠાણી ના ઝઘડા ને કારણે કાકી એ હત્યાનો પ્લાન પહેલાથી જ ઘડી નાખ્યો હતો. તેણે છત પર અગાઉથી જ ચાદર પાથરી રાખતી હતી. ચાદર પર આયુષી ને સુવડાવી હતી અને તેના માથા પર હુમલો કર્યો હતો. આયુષી તડપવા લાગતા ફરી તેના પર હુમલો કરતા આયુષી ત્યાં જ મોતને ભેટી હતી.

કાકી એટલી હોશિયાર હતી કે છત પરથી લોહીના ડાઘ પણ સાફ કરી દીધા હતા, અને નવાઈની વાત તો એ હતી કે આ બધામાં આયુષી ના પિતા પણ સામેલ હતા.આયુશીના પિતાને હોસ્પીટલમાં જ ખબર પડી ગઈ હતી કે હત્યા થઇ છે તેથી તેણે ઘરે આવીને જોયું તો છત પર લોહીના ડાઘ હતા. બાદમાં ઘરમાં અન્ય બાળકોની ચિંતા કરીને પરિવારને ભેગો ર્ક્યો અને આખી વાત કરી હતી. એવામાં વાત પોલીસ સુધી પહોચી ગઈ અને આખો મામલો સામે આવ્યો.

Back to top button