Gujarat

રેલ્વે ટ્રેક પર બાઈક ફસાઈ ગયું, યુવક દુર જવાને બદલે બાઈક કાઢવામાં રહ્યો અને…

જામનગરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે ટ્રેક નો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.એક યુવકની બાઈક રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેક પર જ ફસાઈ ગઈ હતી અને ત્યારે જ ટ્રેન પણ આવી. ટ્રેક પર ફસાયેલી બાઇકને દૂર કરવા નો આ વિડીયો ફિલ્મી દ્રશ્ય જેવો લાગી રહ્યો છે.

જયાનો આ વિડીયો છે ત્યાં આસપાસ ક્યાય ક્રોસિંગ પણ નથી તેથી ટ્રેન ખુબ જ સ્પીડમાં હતી. પણ બેદરકાર યુવક ક્રોસિંગ વગર જ ટ્રેક વચ્ચેથી બાઈક પસાર કરવા જતો અને બાઈક ત્યાં ફસાઈ ગયું. ટ્રેનનો ડ્રાઈવર દૂરથી હોર્ન વગાડી રહ્યો હતો જેથી યુવક ત્યાંથી હટી જાય, પણ યુવક બાઈક ને કાઢવામાં વ્યસ્ત હતો અને તે હટતો જ ન હતો. યુવક ડ્રાઈવર ને ટ્રેન રોકવા માટે હાથ ઊંચા કરીને કહેતો હતો.

ડ્રાઈવરે ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો પણ છેલ્લી ક્ષણોમાં ટ્રેન એકદમ યુવકની નજીક આવી ગઈ અને યુવક તરત ત્યાંથી હટી ગયો હતો. જો એક સેકન્ડ નો પણ વિલંબ થાત તો યુવકનો જીવ પણ જઈ શકે તેમ હતું. છેવટે ટ્રેન બાઈક પર ફરી વળી હતી અને બાઈક ના ડૂચા વળી ગયા.

Back to top button