India

Apollo હોસ્પીટલના MD સંગીતા રેડ્ડી કોરોના પોઝીટીવ, તેમણે રસી અંગે કહ્યું તે તમારે જાણવું જોઈએ

એપોલો હોસ્પિટલ્સના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે રસીઓ કોરોનાવાયરસનો ફેલાવો રોકી શકતી નથી પરંતુ તે લક્ષણોને હળવા રાખવામાં મદદ કરશે. તેણે ટ્વિટર પર એમ પણ લખ્યું હતું કે કોવિડ-19 ચેપ લાગ્યાં બાદ તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તેણી પોતાના ઘરે પરત ફરી રહી છે.

સંગીતાએ કહ્યું, “કોવિડ-19 થી 500 દિવસ બચી ગયા બાદ આખરે 10 મી જૂને મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને શરૂઆતમાં હું હતાશ થઇ ગઈ હતી કે હું કેમ પોઝીટીવ? મેં રસી લીધી હતી અને સાવચેતી પણ ખુબ રાખતી હતી. વધુ તાવને કારણે હોસ્પિટલમાં મેં પ્રારંભિક તબક્કે કોકટેલ રીજેનરન થેરેપી લીધી, જેના પગલે ખૂબ જ ઝડપથી સુધારો થયો.

રસીની ભૂમિકા અને રોગના સમયસર નિદાન અને ઉપચારની આવશ્યકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું, “બીજી એક મહત્ત્વની વાત યાદ રાખવી એ છે કે રસી કોરોના ને અટકાવતું નથી પરંતુ લક્ષણોને હળવા રાખવામાં મદદ કરે છે. સમયસર નિદાન અને રોગની સારવાર થવી જોઈએ. સમયસર રોગની ઓળખ અને સારવાર એ બે વાત ખુબ જ અગત્યની છે.

સંગીતા ભારપૂર્વક જણાવી રહી છે કે સરકારે ઘરેલું ઉત્પાદન તેમજ વિદેશથી ખરીદીને વધારીને દેશમાં COVID રસીની ઉપલબ્ધતા ઝડપથી વધારવી જોઈએ.

Back to top button