healthIndia

કોરોના વાયરસ ને ખતમ કરનાર માસ્ક બજારમાં આવ્યું, જાણો તેની ખાસિયત

કોરોના એ છેલ્લે એક વર્ષથી પણ વધુ સમયથી લોકોની જિંદગી નર્ક બનાવી છે. કોરોના ની બીજી લહેરે તો દેશમાં તાંડવ કર્યું અને કોરોના ના નવા નવા પ્રકારો પણ હવે સામે આવી રહ્યા છે.જો કે આ દરમિયાન એક સારા સમાચાર પણ બહાર આવી રહ્યા છે. પુણેની એક સ્ટાર્ટ-અપ કંપનીએ ખાસ પ્રકારનું માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્ક 3 ડી પ્રિન્ટિંગ અને દવાઓના સંયોજનથી બનાવવામાં આવે છે, તે સંપર્કમાં આવતા જ વાયરસને નિષ્ક્રિય કરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ કહ્યું કે થિંકર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા વિકસિત આ માસ્ક એન્ટી વાયરલ એજન્ટ સાથે કોટેડ છે. આ એજન્ટોને એન્ટિવાયરલ કહેવામાં આવે છે. ડીએસટીએ અહેવાલ આપ્યો છે કે પરીક્ષણ દર્શાવે છે કે આ કોટિંગ સાર્સ-કોવી-2 ને નિષ્ક્રિય કરે છે. વિભાગ અનુસાર પેસ્ટમાં વપરાતા ઘટકો સોડિયમ ઓલેફિન સલ્ફોનેટ આધારિત મિશ્રણ છે, તે એક સાબુ સંબંધિત એજન્ટ છે.

વિભાગે કહ્યું કે જ્યારે વાયરસ કોટિંગના સંપર્કમાં આવે છે, ત્યારે તેની બાહ્ય પટલ નાશ પામે છે. કોટિંગ સામગ્રી સામાન્ય તાપમાને સ્થિર હોય છે. સૌંદર્ય પ્રસાધનોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ડીએસટીએ કહ્યું કે એન્ટિવાયરલ માસ્ક પહેલ એ COVID-19 સામેની લડતના ભાગ રૂપે ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વેપારીકરણ માટે પસંદ કરેલા પ્રારંભિક પ્રોજેક્ટ્સમાંની એક છે. આ બોર્ડ એ વિભાગ હેઠળની કાનૂની સંસ્થા છે.

થિંકર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા.લિ.ના સ્થાપક નિયામક શીતલકુમાર જામ્બદે જણાવ્યું હતું કે, “અમને સમજાયું કે માસ્ક ચેપને રોકવા માટે સાર્વત્રિક રૂપે એક મુખ્ય સાધન બનશે, પરંતુ તે સમયે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ અને પ્રાપ્ય એવા માસ્ક ઘરેલું અને પ્રમાણમાં સસ્તા અને ઓછી ગુણવત્તા વાળા હતા.તેથી ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્ક બનાવવાની જરૂરિયાત અમને પ્રોજેકટ આગળ વધારવા માટે પ્રેરણા આપતી હતી.

Back to top button