India

આલીશાન બંગલોમાં રહે છે જેઠાલાલ? બંગલો અંગે કહ્યું આવું

ટીવી કલાકારોની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. કદાચ ફિલ્મના કલાકારો કરતા પણ વધારે ટીવી કલાકારો ના ચાહકો હોય છે. તેમાંથી એક દિલીપ જોશી છે, જેણે દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જેઠાલાલ નું સાચું નામ છે દિલીપ જોશી.

પરંતુ જ્યારે ખાનગી જીવનની વાત આવે છે, ત્યારે તેઓ તેને થોડું અંગત રાખવાનું પસંદ કરે છે. દિલીપ તેમના ખાનગી જીવન ને ખુલીને શેર કરતા નથી. દિલીપ જોશીના ઘણા ચાહકો છે જેમને તેમની જીવનશૈલીથી લઈને અંગત જીવન વિશે જાણવું ગમે છે, પરંતુ ઘણી વખત તેમના વિશે નકલી સમાચારો પણ સામે આવ્યા છે, જે પછી દિલીપ આગળ આવીને સમયસર તેમના પર સ્પષ્ટતા કરે છે.

એકવાર દિલીપ જોશી માટે અફવા ફેલાવવામાં આવી હતી કે તે એક લક્ઝુરિયસ બંગલામાં રહે છે. આ ઘરની અંદર એક મોટો સ્વિમિંગ પૂલ છે. આ સમાચાર પર ખુદ દિલીપ જોશીએ આગળ આવીને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આવું છે, તો આ અફવા ફેલાવનારા લોકો મને આવું ઘર બતાવે. દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ અંગે સ્પષ્ટતા કરી હતી.

દિલીપ જોશીએ નેશન નેક્સ્ટ સાથેની એક નાનકડી વાતચીતમાં કહ્યું હતું કે આ સમાચારો સાવ બનાવટી છે, તેમાં સત્ય છે જ નહી.મારા અંગત મિત્રો પણ માનવા લાગ્યા છે અને પૂછે છે કે આ ઘર ક્યા આવ્યું છે? અમને પણ બતાવો. મેં કહ્યું કે મારે પણ આ ઘર જોવું છે, જો ક્યાય હોય તો..

દિલીપ જોશી ટીવી જગતનો જાણીતો ચહેરો છે. દિલીપ જોશીએ પોતાની તેજસ્વી કોમેડીથી લોકોનું દિલ જીતી લીધું છે. અભિનેતા બોલિવૂડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલોનો ભાગ પણ રહી ચૂક્યો છે. કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવીને તેને સૌથી વધુ સફળતા મળી. તે આ પાત્ર તેઓ આજે ઘરે ઘરે ઓળખાય છે.

Back to top button