AAPBjpCongressGujaratPolitics

2022ની ચૂંટણીના મેદાનમાં ‘રાજકીય પીચ’ બનાવવા અમિત શાહની કવાયત

2022માં યોજાનારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે.એક તરફ ભાજપ 2017ના ચૂંટણી પરિણામની પીડાથી બહાર આવી કરી ફરી એકવખત બહુમતી સાથે સત્તા પર બિરાજમાન થવાની મથામણમાં લાગી ગયુ છે.તો આ તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી પણ પરિણામના ગણિત બગાડી શકે છે.જો કે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજો મોરચો ક્યારેય અસરકારક નથી રહ્યો..પરંતુ હા ત્રીજા મોરચાનો સીધો ફાયદો ભાજપને ચોક્કસ મળ્યો છે.ત્રીજો મોરચો હંમેશા ભાજપની ‘બી’ટીમ તરીકે ઓળખાયો.

2017માં ભાજપ પાટીદારોની એન્ટી ઈન્કમ્બન્સીના કારણે બેઠકોમાં સેન્ચ્યુરી સુધી પણ નહોતુ પહોંચ્યુ.ત્યારે એન્ટી ઈન્કમ્બન્સી અને ‘આપ’નો ડર કદાચ ભાજપને સતાવી રહ્યો છે, એજ કારણ છે કે 17 મહિના પહેલા જ ભાજપ ચૂંટણીની પીચ તૈયાર કરવા લાગી ગયુ છે, ભાજપ હાઈકમાન્ડ અને ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને એક સુરથી ચૂંટણીની રણનીતિ બનાવવા સુચના આપી છે

જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે..હાલની રાજકીય પરિસ્થિતિમા ‘આપ’ પાર્ટી ગુજરાતમાં જે રીતે મજબૂત ફિલ્ડીંગ કરી રહી છે તેને જોતા ભાજપ-કોંગ્રેસનો ખેલ ચોક્કસ બગડી શકે છે..કોરોનાકાળમાં ગુજરાત સરકારની કામગીરી સામે પ્રજાનો રોષ, અને સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ ભાજપને 2022માં ભારે પડી શકે છે.અને એટલે જ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે હોમગ્રાઉન્ડ પર ચૂંટણીની પ્રેક્ટિસ અત્યારથી જ શરુ કરી દીધી છે..

તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે એક પછી એક બેઠકો યોજી, રાજ્યમાં પ્રજાનો મુડ અને સરકારની કામગીરીને કેવીરીતે પ્રજા વચ્ચે લઈ જઈ શકાય તે માટે ભાજપના નેતાઓના ક્લાસ લીધા.ભાજપના ધારાસભ્યોને પણ સતત પ્રજાની વચ્ચે રહી ફિલ્ડીંગ ભરવાની સુચના અપાઈ છે જેથી 2022ના મેદાન મારી શકાય.

21 અને 22 જૂને અમિત શાહે વિજય રુપાણી, નીતિન પટેલ સાથે બંધ બારણે કલાકો સુધી બેઠક યોજી તો પાટીલ સહિત, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક પછી એક છ બેઠકો યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો..અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્લીનું તેડ઼ુ આવ્યુ.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે સુરતમાં ‘આપ’ને સુરતનાં પાટીદારોનું સમર્થન મળ્યુ અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રીને જે માંગ પાટીદારો તરફથી કરાઈ તે મુદ્દો પણ અમિત શાહની બેઠકમાં મુખ્ય રહ્યો..2015માં પાટીદાર આંદોલન પરિણામ ભાજપ ભોગવી રહ્યુ છે.પરંતુ હવે પાટીદારોને ફરી એકવખત ભાજપ તરફ લાવવા અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અલગ બેઠક યોજી.

જે રીતે અમિત શાહે ગુજરાતમાં આવી તાબડતોડ બેઠકો યોજી તે તાત્કાલિક શક્ય નથી..મતલબ કે શાહ દિલ્લીથી પૂર્ણ તૈયારી સાથે ગુજરાત આવ્યા હતા.2022ની બ્લૂ પ્રિન્ટ બનાવવી તૈયારીઓ અમિત શાહે શરુ કરી દીધી છે, જો કે હજુ ચૂંટણીને 17 મહિના જેટલો સમય છે અને આ સમયગાળમાં શું રાજકીય સમીકરણ તૈયાર થાય છે તે નજીકના દિવસોમાં જ જોવા મળશે.

Back to top button