GujaratSouth Gujarat

ગુજરાતમાં ફરવાનાં રસિયાઓ માટે નવો કાયદો, ક્યાં સ્થળેથી સેલ્ફી લેવાથી થશે દંડ અને શું છે આ નવો નિયમ ?

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતના લોકો ફરવા નીકળી પડ્યા છે તે સાથે જ કોરોના ની બીજી લહેર હળવી પડતા લોકોમાં ફરવાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સાપુતારા આબુ એમ અનેક સ્થળોએ ફરવા જઈ રહ્યા છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ની જગ્યા ઉપર સેલ્ફી કે ફોટોગ્રાફ્સ પાડતા પહેલા વિચાર કરજો નહિતર જેલમાં પણ જવું પડી શકે છે.

ડાંગના કલેક્ટર એ ફોટોગ્રાફ્સ અને સેલ્ફી પર પ્રતિબંધ કર્યો છે.. જો ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ખાસ નિયમથી તમે વાકેફ હોવા જોઈએ. ગુજરાતમાં અનલૉક તરફ જતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના એ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે ત્યારે સહેલાણીઓ બીજી લહેર નબળી પડતાં ફરવા જવાનો મૂડ બનાવી રહ્યા છે. હાલ તો ગુજરાતમાં બાળકો માટે વેકેશન જેવો માહોલ છે જેથી ફેમિલી સાથે ફરવાનો આનંદ માણી રહ્યા છે.

વરસાદી માહોલ થતાં જ લોકોમાં ફરવા નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો કોરોના કાળમાં અકળાઈ ગયા છે અને ગુજરાત unlock તરફ જઇ રહ્યું છે તો ગુજરાતીઓ ફરવામાં કેમ પીછેહટ કરે.અત્યારે ગુજરાતમાં બીજી લહેર ઓછી થતા લોકોમાં ફરવાનું મોજુ ફરી વળ્યું છે. પરંતુ ફરવાના શોખીન લોકો માટે પણ એક ચોંકાવનારો નિયમ બહાર પાડવામાં આવ્યો છે.

જેની નોંધ ગુજરાતીઓએ લેવી જોઈએ કોરોનાથી અકળાઈને લોકો ફ્રેશ માહોલમાં ફરવા માટે મોટાપાયે જઈ રહ્યા છે.સ્વાભાવિક છે કે ડાંગ જિલ્લામાં નદીઓ, તળાવો, ચેકડેમ, નાળાં તેમજ જિલ્લામાં આવેલા નાના મોટા ધોધ વગેરેમાં માછલાં પકડવાં, નહાવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. જેથી લોકોના હિતમાં ડાંગના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

જિલ્લામા આવતા સહેલાણીઓ ગમે તે સ્થળ પર ઊભા રહીને મોબાઇલમાં ફોટા તેમજ સેલ્ફી લેવા જાય છે, અને વહેતાં પાણીનાં વહેણમાં વહી જઈ મૃત્યુ થવાની ઘણી સંભાવનાઓ રહેલી. જેથી બધી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ કરવો આવશ્યક જણાતા ડાંગ જિલ્લાના કલેક્ટરે ઉપરોક્ત બધા જ નિયમોનું જાહેરનામું આપ્યું છે. જે લોકોના હિતમાં આ કાયદો જાહેર કરવામાં આવ્યો છે.

Back to top button