GujaratIndia

સફળતા માટે સ્વામી વિવેકાનંદ ના 3 અગ્નિમંત્ર, એકવાર વાંચો અને જુઓ પરિણામ

સ્વામી વિવેકાનંદે સત્યની શોધમાં જે વાતો કહી છે, તે દરેક વ્યક્તિના જીવનમાં હજી પણ મહત્વ ધરાવે છે. સ્વામી વિવેકાનંદે ક્યારેય પરિસ્થિતિથી ભાગવાનું શીખ્યા નહીં.તેમણે હંમેશાં પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેરણા આપી. તેમનું માનવું હતું કે દરેક વ્યકિત બ્રહ્મા નું પ્રતિક છે,અલૌકિક છે, અદ્ભુત છે.

જો કોઈ વ્યક્તિ લડવાનું નક્કી કરે તો પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય, તો પણ તે હાલત નેકાબૂમાં રાખી શકે છે અને પરિસ્થિતિને તેના પક્ષમાં ઢાળી શકે છે. સ્વામી વિવેકાનંદે તેમના શિષ્યો એન આવા જ ઉપદેશો આપ્યા હતા જે તેમને ભય થી દુર રાખીને સતત આગળ વધવાની પ્રેરણા આપતા હતા.

અગ્નિમંત્ર 1: “અરે પ્રિય! તમે શા માટે રડી રહ્યા છો વિશ્વની દરેક શક્તિ તમારામાં છે. તમે ખુદ ને વિકસિત તો કરો. જુઓ, ત્રણ લોક તમારા પગ નીચે છે. તમારી પાસે પ્રબળ આત્મા શક્તિ છે, તેથી ડરશો નહીં.તમારો નાશ નથી થઇ શકતો, કોઈ તમને નષ્ટ કરી શકશે નહીં, તેથી ડરશો નહીં. આ વિશ્વને પાર કરવાનો એક જ રસ્તો છે, આ વિશ્વ સમુદ્ર અને તે આ એકમાત્ર રસ્તો છે કે જેના પર તમે ચાલો છો. તે જ રસ્તે વિશ્વના બધા લોકો બ્રહ્માંડના સમુદ્રને પાર કરે છે.આ શ્રેષ્ઠ રસ્તો છે એ માર્ગ હું તમને બતાવીશ.

અગ્નિમંત્ર 2: જો તમે લોકો તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે કઠણ થઈને જોડાઈ જાઓ તો પછી નાના અને મોટા ની તો વાત જ શું,મોટા મોટા લોકો પણ હારી જશે.. તમે માત્ર એક અવાજથી જ દુનિયા ને પલટવાની શક્તિ ધરાવો છો. તમે જે કરી રહ્યા છો તે તો ફક્ત પ્રારબ્ધ છે. એટલે કોઈ સાથે વિવાદ ન કરો હળીમળીને રહેવું એ જ શ્રેષ્ઠ છે.

આ દુનિયા ભયાવહ છે.કોઈના પર વિશ્વાસ નથી તેવું વિચારવું ઉચિત નથી. ડરવાનું પણ કોઈ કારણ નથી. તમે જે દિશામાં જઈ રહ્યા છો ત્યાં એ વિચારીને જતા રહો કે માં કાળી મારી સાથે છે. આ સંકલ્પ માત્ર થી એવા કામ થશે કે તમે ખુદ ચકિત થઇ જશો.વજ્ર જેવું હ્રદય બનાવો અને પોતાના કાર્યમાં અળગી જાઓ.

અગ્નિમંત્ર 3: તમારા લજ્સ્ય તરફ હમેશા આગળ વધો. તમે બહાદુરી નું કામ કર્યું છે , શાબાશ. આગળ વધતા રહો, ડરવા વાળા પાછળ રહી જશે.તમે ડર્યા વહ્ર આગળ વધશો તો એક જ છલાંગમાં સૌથી આગળ જતા રહેશો. જેઓ ફક્ત તેમના હિત માં લાગેલા છે તેઓ ન તો ખુદ નું હિત કરી શકશે કે ન તો બીજાનું. એટલે એવું કરો કે તમારો અવાજ દુનિયાના ખૂણે ખૂણે ફેલાઈ જાય.

કેટલાક લોકો એવા છે જેમને પોતાનું કામ કરવા માટે સમય નો અભાવ નડે છે પણ બીજાની ખામી શોધવા માટે સમય મળી જાય છે.આવા લોકોની પરવાહ કર્યા વગર તમરા લક્ષ્ય ને મેળવવા કામ કરો. પોતાની શકિત અનુસાર આગળ વધો. આગળ વધો અને તોફાન લાવો.

Back to top button