Gujarat

મહિલાનું નાટક : માર મારનાર ધારાસભ્યને મીઠાઈ ખવડાવીને સમાધાન કરી લીધું

ગઈ કાલે ભાજપ નરોડાના ધારાસભ્યએ પાણીની મંગની બાબતે મહિલાને લાત મારી હતી જેની સોસીયલ મીડિયામાં ખુબ જ ટીકા થઇ હતી.પણ જાણે આ એક નાટકીય ઘટના બની હોય એમ આજે એ મહિલાએ લાત ખાધા પછી પણ એ ધારાસભ્યને રાખડી બાંધી અને મીઠી ખવડાવી છે.

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને જાહેરમાં લાતો મારી હતી જેનો વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વયારાલો થયો છે. હવે તેની પાસે રાખડી બંધાવીને નાની બહેન ગણાવી નાટકીય રીતે સમાધાનકરી નાખ્યુ છે. તમને જણાવી દઈએ કે 2 જૂને પાણી મામલે નીતુ તેજવાણી નામની મહિલા રજૂઆત કરવા ગઈ હતી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ બેફામ બનેલો બલરામ આજે આ મહિલાની ઘરે પહોંચ્યો હતો. ત્યાર બાદ થાવાણીએ પીડિતાને મીઠાઈ ખવડાવી સમાધાન કર્યું અને મીડિયા સમક્ષ પીડિતાને નાની બહેન ગણાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું હતું.

આ અંગે મીડિયાએ પણ તેને સવાલ કરતા તેઓ જવાબ આપવાનું ટાળી નીકળી ગયો હતો. અને બીજી તરફ બલરામના ગુસ્સાનો ભોગ બનેલી મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી હતી. પરંતુ થોડીવારમાં આ ઘટનાને લઈ પીડિતાએ સમાધાન કરતા તેના પર કોઈ દબાણ કરવામાં આવ્યું હોય તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી કાતો આ ઘટના વધુ ફેલાય નહિ માટે તોડ કર્યાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

Back to top button