Gujarat

ગાયનો જીવ બચાવવા ગૌશાળા ના સંચાલકે સિંહ સામે બાથ ભીડી સિંહને ભગાડ્યો,સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ

અમરેલીમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વડીલે ગાયને બચાવવા જંગલના રાજા સાથે બાથ ભીડી છે,અમરેલીમાં ગાયને બચાવવા માટે સિંહ સાથે એક વડીલે બાથ ભીડીને સાહસ બતાવ્યુ હતું અને સિંહને ભગાડી ગાયને બચાવી હતી.તમને જણાવી દઈએ કે ખાંભાના મોટા બારમાણ ખાતે ગૌશાળામાં આ સમગ્ર બનાવ બન્યો હતો. ગૌશાળામાં ૧૫ ફૂટની દીવાલ કૂદીને સિંહ ગાયનું મારણ કરવા ઘુસી આવ્યો હતો પરંતુ ગૌશાળાના સંચાલકે લાકડી વડે સિંહને ફટકાર્યો હતો અને સિંગનો સામનો કરી એને ભગાડ્યો હતો ગાયનો જીવ બચાવ્યો હતો.

તમને જણાવી દઈએ તો આ સમગ્ર ઘટનામાં વાછરડાને સિંહ પાસેથી બચાવવા સંચાલકે સિંહ સામે બાથ ભરવાનું સાહસ કર્યુ હતું.અને આ સમગ્ર ઘટના ત્યાના CCTV કેમેરામાં કેદ થઇ છે. અને આ ગૌશાળાના સંચાલક હાલ મોટા બારમણના સરપંચ પણ છે.એમની આ હિંમતની લોકો ચર્ચા કરી રહ્યા છે.

રાત્રી ના સમયે બનેલી આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેમાં દેખાય છે કે સિંહ ૧૫ ફૂટ જેટલી દીવાલ કૂદીને શિકાર અર્થે ગાયના મારણ માટે ગૌશાળામાં ઘૂસી આવે છે. ત્યારે ગૌશાળાના સંચાલક લાકડી વડે  સિંહનો બહાદુરી પૂર્વક સામનો કરે છે અને સિંહને ત્યાંથી ભગાડી ગાયનો જીવ બચાવે છે.

Back to top button