Ajab GajabIndiaStory

સ્કૂલના શિક્ષકની બદલી થતાં ગામ આખું હીબકે ચડ્યું, જુઓ વિદાયની ભાવુક તસવીરો

આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ શિક્ષકના કારણે તેમનું જીવન બદલાઈ ગયું.  અમુક સારા ગુરુની રાહમાં જિંદગી વિતાવી દે છે. આશિષ ડંગવાલ એવા જ શિક્ષક છે જેમણે વિદ્યાર્થીઓનું જીવન સુધારી નાખ્યું. સરળ સ્વભાવ. માત્ર બાળકો જ નહીં આશિષ ડંગવાલની સરળતાથી ગામના લોકો પણ પ્રભાવિત હતા.જ્યારે 3 વર્ષ બાદ તેમણે સ્કૂલમાંથી વિદાય લીધી ત્યારે માહોલ ઉત્સવ જેવો હતો. લોકો રીતસરના હીબકે ચઢ્યા હતા.

આપને જણાવી દઈએ કે આશિષ સરકારી સ્કૂલના શિક્ષક છે. તેમની બદલી થતા જ વિદાયનો સમય આવ્યો ત્યારે આખું ગામ ઉમટી પડ્યું.બાળકો ઉપરાંત કેટલાકના માતા-પિતા પણ ખૂબ રડતાં હતા. આશિષ જીઆઈસી ભંકોલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હવે તેમની બદલી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ ભાવુક વિદાયની કેટલીક તસવીરો સામે આવી છે.

આશિષ ડંગવાલે ફેસબુર પર દિલની વાત કહી. આશિષે લખ્યું કે મારી પ્રિય કેલસુ વેલી તમારા પ્રેમ, સન્માનની સામે મારા શબ્દો ફીકા પડી ગયા છે. સરકારી આદેશને માનવો મારી મજબૂરી છે એટલે જવું પડ્યું. મને ખૂબ દુઃખ છે. તમારી સાથે વિતાવેલા 3 વર્ષ યાદગાર છે.હકીકત એ છે કે 72 વર્ષથી વધુ સમય વિત્યો હોવા છતાં આપણે આજે પણ શિક્ષણના સુધારા પર વાત કરીએ છીએ. દેશમાં બેરોજગારી વધી રહી છે જેનું એક કારણ આજની શિક્ષણ વ્યવસ્થા છે. આશિષ ડંગવાલ જેવા શિક્ષક દરેક જગ્યાએ કેમ નથી તે એક સવાલ છે.

Back to top button