IndiaStory

આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કર્યું અને….1 રૂપિયામાં ઈડલી વેચતા દાદીને મળ્યું ગેસ કનેક્શન,

આનંદ મહિન્દ્રા હંમેશા તેમના ટ્વીટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તેમણે તમિલનાડુના કોયંબતૂરમાં 1 રૂપિયામાં ઈડલી વેચતા દાદીના બિઝનેસમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દાદીને LPG ગેસ સ્ટવ આપવાની પણ વાત કરી હતી. વાત એવી છે કોયંબતૂરમાં રહેતા 80 વર્ષીય કમલાથલ કે લાકડાનો ચૂલો સળગાવીને ઈડલી બનાવે છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આનંદ મહિન્દ્રાએ ગેસ કનેક્શન આપવાની વાત કરી હતી.  ટ્વીટ બાદ તેમને ગેસ કનેક્શન મળી ગયું છે.

ગેસ કનેક્શન મળતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે શાનદાર. કમલાથલને સ્વાસ્થ્યની ભેટ આપવા માટે ‘ભારત ગેસ કોયંબતૂર’નો આભાર. મને તેમનો એલપીજી ખર્ચ ઉઠાવવામાં ખુશી થશે. ભારત ગેસ કોયંબતૂરે લખ્યું કે અમને જણાવતા ખુશી થાય છે કે અમે કમલાથલને LPG ગેસ કનેક્શન આપ્યું છે.

આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે કેટલીક કહાનીઓ ખૂબ સામાન્ય હોય છે.જો તમે પણ કમલાથલ જેવું કામ કરતા હોય તો ચોક્કસ તે દુનિયાને આશ્ચર્યમાં મૂકશે. તેઓ હજી પણ લાકડાના ચૂલાનો ઉપયોગ કરે છે. જો કોઈ તેમને ઓળખતું હોય તો હું તેમને એક LPG ગેસ સ્ટવ આપવા માગુ છું.

Back to top button