CrimeGujaratSaurashtra

કેસરિયા પહેરીને કાળા કામ: ગઢડા સ્વામિનારાયણ મંદિર ના 2 સંત પર સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ,

રાજ્ય અને દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે સંત પણ આમ બાકી રહયા નથી.બોટાદની એક મહિલાએ ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને લાઠીના સતદેવીદાસ આશ્રમના સાધુ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ત્રણેય સાધુ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બોટાદની મહિલા ના આરોપ મુજબ ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત તથા સતદેવીદાસ આશ્રમના રઘુરામ ભગત કામના બહાને બોલાવીને દુષ્કર્મ કરતા હતા.જો કે મહિલાએ કહ્યું કે આ દોઢ વર્ષ પહેલા થયું હતું પણ હિંમત કરીને હવે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદને ધ્યાનમાં લેતા પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને સતદેવીદાસના આશ્રમમા મજૂરી કામે બોલાવી રૂમમા રાખવામાં આવતી હતી. સતદેવીદાસ આશ્રમના સાધુ અને ગઢડાના બે સંત દુષ્કર્મ આચરતા હતા.મહિલા કોઈને કહેશે તો ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.મહિલાએ અરજીમાં જણાવ્યું કે સાધુઓ દ્વારા સાત વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

આ અગાઉ પણ જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત સામે બળાત્કારની ફરિયાદ થઇ હતી. એ કેસમાં મહિલા પતિથી અલગ રહેતી હોવાથી સંતે ફાયદો ઉઠાવ્યો હતો અને કારમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઇ હતી. રાજ્યમાં અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે.