GujaratRajkotSaurashtra

રાજકોટના ડોક્ટરોએ કહ્યું, ખેલૈયા કોરોના પોઝિટિવ આવશે તો અમે સારવાર નહીં કરીએ

હાલ દેશભરમાં કોરોના નો કહેર યથાવત છે ત્યારે અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવી નથી પણ હવે નવરાત્રી આવવાની હોવાથી ગરબા આયોજકો એ ઉપાડો લીધો છે. સૌરાષ્ટ્ર સહીત અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો છે ત્યારે આવી હાલતમાં ગરબાનું આયોજન કરવું એ મુર્ખામી કહેવાય. સરકાર પણ ગરબાને મંજૂરી આપવી કે અહીં એ અંગે હજુ નક્કી કરી શકી નથી.

જો કે આ બધા વચ્ચે રાજકોટના ડોક્ટરોએ નવરાત્રીનું આયોજન ન કરવા અપીલ કરી છે.ડોક્ટરોએ સરકારને વિનંતી કરી છે કે આ વર્ષે નવરાત્રિમાં ગરબા ની મંજૂરી ન આપવામાં આવે. રાજકોટના એક ડોકટરે કહ્યું કે જો ગરબાનું આયોજન થાય અને કોઈ ખેલૈયા પોઝિટિવ આવે તો અમે તેની સારવાર કરીશું નહીં.

ડોક્ટર સત્યમ વિસપરાના કહેવા મુજબ નવરાત્રી નું આયોજન થશે તો દિવાળી સુધીમાં ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થશે. જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થાય અને સારવાર લેવા આવે તો હું સારવાર નહીં કરું.

Back to top button