AhmedabadCongressGujaratMadhya GujaratPolitics

ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકી ની તબિયત અંગે મોટા સમાચાર

ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ની તબિયત છેલ્લા કેટલાક મહિનાથી નાદુરસ્ત છે. હવે તેમની તબિયત અંગે માહિતી સામે આવી છે.તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેઓ ચાલતા જોવા મળે છે. તેમની તબિયત હાલ સુધારા પર હોવાનું કહેવાય રહ્યું છે અને શક્યતા છે કે હોસ્પિટલમાંથી રજા પણ મળી જાય.

ભરતસિંહ સોલંકી છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે. 21 જૂને તેઓ વડોદરાની બેન્કર હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં તેઓને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલમાં પણ તેઓ સિમ્સ હોસ્પિટલમાં જ છે. કોરોના ના કારણે તેમના શરીર પર એટલી અસર થઇ છે કે હવે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.

કોરોના ના કારણે તેમની હાલત એટલી ગંભીર હતી કે તેમને 45 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પાર છે તેવું દેખાઈ રહયું છે.જયારે તેમની તસ્વીર સામે આવી ત્યારે લોકો ચોકી ગયા હતા કેમ કે ભારતસિંહ ને ઓળખવા પણ મુશ્કેલ થઇ ગયા છે.

Back to top button