AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી 51 વર્ષીય શખ્શે આપઘાત કર્યો, વિડીયોમાં નામ જાહેર કર્યા

જુહાપુરાના 51 વર્ષીય બિલ્ડરનો વીડિયો વાયરલ થયો છે જેણે 27 ફેબ્રુઆરીએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. બુવીડિયોમાં તેણે ઝોન -7 ના ડીસીપી પ્રેમસુખ દેલુને સંબોધન કરતાં આક્ષેપ કર્યો છે કે પાંચ વ્યક્તિઓએ તેને આત્મહત્યા કરવા દબાણ કર્યું છે. આ પાંચ વ્યક્તિઓમાંથી ત્રણ વ્યાજખોરો અને બે એવી વ્યક્તિઓ છે કે જેમણે બિલ્ડરને તેમના કામ માટે ચૂકવણી કરી ન હતી.

મૃતક શફીક ભાટી મકાન બાંધકામનો ધંધો કરતો હતો અને જુહાપુરાની ખેડલ મન્સૂરી સોસાયટીમાં રહેતો હતો. નરીમાનપુરામાં કેનાલમાં ઝંપલાવતા પહેલા શફીકે મોત માટે જવાબદાર લોકોના નામ લીધા હતા. શફીકે શબાના શેખ, રશીદાબાનો ગાંધી, સૈફ અલી ખાન પઠાણ, સરફરાઝ શેખ, એજાઝ સૈયદ (બધા જુહાપુરા નિવાસીઓ) અને સેટેલાઇટના રહેવાસી હિરેન શાહ પર આત્મહત્યા કરવા દબાણ કર્યાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસે મંગળવારે પાંચ શખ્સો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી ગુરુવારે તેમની ધરપકડ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં શફીકે ડીસીપી દેલુને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.તેણે ૧૦ ટકાના વ્યાજે રકમ લીધી હતી.

સરફરાજ, એજાઝ અને હિરેન નામના અન્ય ત્રણ આરોપી શફીકે સરખેજ, જુહાપુરા અને સેટેલાઇટમાં જુદા જુદા સ્થળોએ મકાન બાંધકામ કરાવ્યું હતું, પરંતુ આ કામ માટે લગભગ 24 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ પરિસ્થિતિને કારણે શફીક આર્થિક સંકટમાં હતા અને ઉપરથી વ્યાજખોરોએ પણ ધમકી આપી હતી.

Back to top button