India

શરમજનક: પુત્ર એ વૃદ્ધ માતા ને થપ્પડ મારી, નીચે પડતા જ માતા નું મોત, વિડીયોમાં બધું રેકોર્ડ થઇ ગયું જુઓ

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં 15 માર્ચ, 2021 ના ​​રોજ રાત્રે 12:30 વાગ્યે એક ખૂબ જ શરમજનક ઘટના બની. એક વૃદ્ધ મહિલા અવતાર કૌર ને તેના પુત્ર રણવીરે ઝઘડો કરીને થપ્પડ મારી હતી અને માતા ને નીચે પાડી દીધી હતી. પરિવારના સભ્યો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. પરિવારજનો કે હોસ્પિટલે આ માહિતી પોલીસને ન આપી હતી.

બિલ્ડર ફ્લેટની બહાર પાર્કિંગ બાબતે ઝઘડો ચાલી રહ્યો છે તેવો કોલ પોલીસને મળ્યો હતો જો કે પછી બધું શાંત થઈ ગયું હતું. આ પછી, વ્યક્તિએ તેની પત્ની અને માતા સાથે દલીલ કરી અને માતાને થપ્પડ મારી હતી. થપ્પડ માર્યા બાદ આરોપીની વૃદ્ધ માતા જમીન પર પડી ગઈ હતી. ઘટના બાદ આરોપી પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે. જુઓ વિડીયો,

પોલીસનું કહેવું છે કે પરિવારના સભ્યોની મુલાકાત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા પછી જ સ્પષ્ટ થશે કે વૃદ્ધ મહિલાનું મોત જમીન પર પડેલી ઇજાઓથી થયું છે કે કોઈ અન્ય કારણોસર થયું છે. હાલમાં પોલીસે બિન્દાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે. તે બિન્દાપુર વિસ્તારમાં જ છુપાયો હતો.

Back to top button