India

Sachin Tendulkar કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકરે(Sachin Tendulkar) ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. સચિને ટ્વિટમાં લખ્યું કે તમારી પ્રાર્થના બદલ આભાર. તબીબી સલાહ હેઠળ સાવચેતી રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પાછો આવીશ.

સચિન તેંડુલકર નો રીપોર્ટ 27 માર્ચે COVID-19 પોઝિટીવ આવ્યો હતો ત્યારબાદ તેણે ઘરે જાતે જ આઈસોલેશનમાં સમય વિતાવ્યો હતો. સચિનને ​​કોરોના નો ચેપ લાગતા ક્રિકેટ જગતમાં એક સનસનાટી મચી ગઈ હતી.

નોંધપાત્ર વાત એ છે કે ગયા મહિને રાયપુરમાં વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને હરાવીને ટાઇટલ મેળવ્યું હતું. સચિન આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા લિજેન્ડસ ટીમનો કેપ્ટન હતો. ટૂર્નામેન્ટની સમાપ્તિના કેટલાક દિવસો બાદ ઘણા ક્રિકેટરો કોરોના પોઝિટીવ આવ્યા હતા.

Back to top button