CrimeIndiaMadhyapradesh

80 વર્ષની પત્ની ની છાતી પર લાત મારી, મોત થઇ ગયું તો પતિએ કોઈને ખબર ન પડે એમ મૃતદેહ સળગાવી નાખ્યો

મધ્યપ્રદેશ ના રેવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક વૃદ્ધ પતિએ તેની ૮૦ વર્ષીય પત્ની ની હત્યા કરી હતી અને તેને છુપાવવા માટે મૃતદેહ ને બાળી નાખ્યો હતો. જો કે આમ કર્યા છતાં તે કાયદાથી છટકી શક્યો નહીં અને જેલ ના સળિયા પાછળ જવું પડ્યું.

વાત એવી હતી કે ઘટનાનો આરોપી મોડી રાત્રે ઘરે આવ્યો હતો, જેના પર તેની પત્ની ગુસ્સે થવા લાગી હતી. આ બાબતે તે ગુસ્સે થયો અને મરવાની વાત કરવા ઘરની બહાર નીકળી ગયો. આવી વાત કરતા પત્ની પણ તેને રોકવા તેની પાછળ ગઈ હતી. ઘરેથી થોડે દુર ઝઘડો વધુ થતા પતિએ તેની છાતી પર લાત મારી દીધી હતી. જેથી પત્ની નું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

પત્નીના મોતથી તે ભયભીત થઈ ગયો હતો અને સ્થળ પરથી થોડેક દૂર તેના મૃતદેહ ને પુલ નીચે લાવ્યો હતો અને વાંસના પાન પર નાખીને મૃતદેહ સળગાવી દીધો હતો. આવું કર્યા બાદ તે ઘરે આવી ગયો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 304, 201 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Back to top button