GujaratMadhya GujaratVadodara

આણંદ: રેમડેસીવીર ના પાઉડરમાં ગ્લુકોઝ પાણી ભેળવીને નકલી ઇન્જેક્શન વેચતો વોર્ડ બોય ઝડપાયો

આણંદ જિલ્લાના નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં એક પછી એક લોકો પકડાઈ રહ્યા છે. આણંદ વિસ્તારમાં હવે મોટા પાયે બનાવટી રેમેડિસવીર ઇન્જેક્શનનો ધંધો સામે આવી રહ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા આનંદ જતીન પટેલ, નઈમબનું વોરા સહિત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર દિવસમાં પોલીસે બનાવટી રેમેડિસવીર વેચતા ચાર લોકોને પકડ્યા હતા.

સોમવારે આણંદ એસઓજીએ બનાવટી રેમડેસીવીર વેચવા બદલ નયા બસ સ્ટેશન નજીક થી યુવકો નીધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓ પાસેથી 2 નકલી રેમડેસીવીર ઈન્જેક્શન અને રૂ. 1.26 લાખની રોકડ રકમ મળીને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આણંદ જિલ્લાના એસઓજી પીઆઈ જી.એન.પરમાર અને પીએસઆઈ કે.જી.ચૌહાણ ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ઉમરેઠ જગદીશ પરમાર નામનો યુવાન બનાવટી રેમડેસીવીરવેચવા આણંદના નવા બસ સ્ટેશન નજીક આવવાનો હતો તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button