GujarathealthSouth GujaratSurat

સુરત: આંખ,સાયનસ,જડબું નીકાળીને લાખોનું બીલ આપ્યું અને પછી હાથ ઊંચા કરીને કહ્યું હવે સિવિલમાં જાઓ

ઉધનાના રહેવાસી 57 વર્ષીય સરદાબેન 19 માર્ચે બ્લેક ફંગસ નો શિકાર થયા હતા. જ્યારે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે ત્યાં દાખલ કરાવતાની સાથે જ મોટા બીલ આવવાનું શરુ થઇ ગયું હતું. ડોકટરોએ ઓપરેશન કરીને સરદાબેનના સાઇનસ, આંખ અને જડબાને દૂર કર્યા હતા. થોડા દિવસોમાં જ હોસ્પિટલનું બિલ સાત લાખ પર પહોંચી ગયું, જે ચૂકવવા દાગીના પણ વેચવા પડ્યા હતા.

આ પછી પણ તે સંપૂર્ણ સ્વસ્થ થયા નહી. ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટે એમ્ફોટેરીકન-બીના ઇન્જેક્શન માટે સરકારી હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું. પરિવારે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. વેસુના રહેવાસી એક વ્યક્તિ નું તો ૨૫ લાખ નું બીલ બનાવ્યું હતું.બ્લેક ફંગસ માટે ખર્ચાળ સારવારના આ માત્ર બે કિસ્સા નથી. એવા ઘણા દર્દીઓ છે જેમણે બ્લેક ફંગસ ની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને લાખો રૂપિયા આપ્યા હતા, છતાં સ્વસ્થ થયા નહી.

કોરોના પછી ઝડપથી ફેલાતા બ્લેક ફંગસ એ દર્દી અને તેના પરિવારની કમર તોડી નાખી છે. આ એક પ્રકારનો વીઆઈપી રોગ છે, જેની સારવાર ખૂબ જ ખર્ચાળ છે. સામાન્ય માણસ માટે તેની સારવાર કરવી મુશ્કેલ છે. આ રોગની સારવારમા બધી થાપણો, ઘરેણાં અને મકાનો વેચાય જાય છે.

હવે લોકો આ રોગ અંગે ભયભીત છે, જેનો ખાનગી હોસ્પિટલો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો દર્દીને દાખલ થતાંની સાથે ઓપરેશન કરીને બિલ લંબાવે છે અને ત્યારબાદ દર્દીઓને ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલમાં જવાની ભલામણ કરે છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં ખાનગી હોસ્પિટલોએ ઓપરેશન કરીને ૮ દર્દીઓની આંખો કાઢી હતી,બાદમાં ઇન્જેક્શન નથી એમ કહીને સિવિલ હોસ્પિટલ મોકલી દીધા હતા.

Back to top button