CrimeGujaratMadhya GujaratVadodara

વડોદરામાં ગેંગરેપ: લગ્નમાંથી 13 વર્ષીય માસુમ ને 3 યુવકો ઉઠાવી ગયા, બેન્ડ-વાજા ના અવાજો વચ્ચે માસુમ સાથે…

વડોદરા જીલ્લાની ડેસર તહસીલના એક ગામમાં 13 વર્ષીય માસુમ બાળકી સાથે ત્રણ યુવકો દ્વારા સામુહિક બળાત્કારનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

ગુરુવારે રાત્ રેડેસર તહસીલના ગામમાં લગ્ન હતા. આઠમા ધોરણમાં ભણતી ગામની એક 13 વર્ષની છોકરી પણ લગ્નમાં સામેલ થઈ હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ નીકળેલ જાન એક મંદિરમાં પૂજા અર્ચના માટે અટકી હતી. આ સમય દરમિયાન બાળકી મંદિરમાં બેઠી હતી.

તે દરમિયાન ગામમાં રહેતા ચિરાગ બાબુભાઇ માછી ત્યાં આવ્યો હતો અને બાળકીનું મોં દબાવીને લઇ ગયો હતો. ભુપેન્દ્ર કાંતિભાઇ માછી અને પરેશ ઉર્ફે બતાકી મનુભાઇ માછી પણ ઝાડીઓ પાછળ ત્યાં હાજર હતા. ત્રણેય યુવકોએ વારાફરથી બાળકી સાથે દુશ્ક્રમ કર્યું હતું. લગ્નના બેન્ડ વાજા ના અવાજો વચ્ચે બાળકીની બુમો દબાઈ ગઈ હતી.

બળાત્કારની ઘટના દરમિયાન કેટલાક બાળકોએ ઝાડી પાછળ હંગામો જોયો તો લોકોને ભેગા કર્યા હતા. આના ડરથી ત્રણેય આરોપીઓ બાળકીને ત્યાં છોડી ભાગી ગયા હતા. આ દરમિયાન ગામના કેટલાક લોકોએ ત્રણેયની ઓળખ કરી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે ત્રણેય યુવકો નાસી છૂટયા હતા. પોલીસે રાતભર સર્ચ ઓપરેશન દરમિયાન એક યુવકને મેદાનમાંથી શોધી કાઢ્યો હતો પણ ૨ હજુ ફરાર છે.

Back to top button