GujaratLife StyleStory

સ્વામીશ્રીની પ્રેરણાથી વાલિયામાંથી વાલ્મીકિ બનેલ આ ગુજરાતી ખેડૂતના સાચા પ્રસંગ વિશે જાણો,

આપણે આ એક એવા પટેલની વાત કરવા જઇ રહ્યા છીએ,જે તેમની કહાનીમાં એક નાટકબાજ,ભાવાત્મક,ફાઇટિંગ,ચમત્કાર એટ્લે કે ટૂંકમાં બધુ જ જોવા મળે છે.તેમનું નામ છે સુભાષભાઈ મોતીભાઈ પટેલ છે.તે મૂળ ચરોતરના ખેડૂતનો દીકરો છે.તેઓ આફ્રિકા ગયા હતા અને અઢળક રૂપિયા કમાવ્યા હતા.આ સુભાષભાઈ પટેલ નોટો છાપવાના મશીનનો પર્યાય બની ગયા.

બાંગલાદેશ-ભૂતાન સરકારની GDP કરતાં વધારે પૈસા છે આ ગુજરાતી પટેલ જોડે.એવું માનો કે આ એક નાનકડા દેશ જેવી સમાંતર સરકાર ચલાવવી હોય તો આ સુભાષભાઈ પટેલ એકલો કાફી છે.આપણને એવું થાય કે ગમે તે કરીને આમનું સરનામું શોધીને આફ્રિકા તેમના જોડે પહોચી જઈએ,તો આપણો પણ બેડો પાર થઈ જશે !

આપણે વિચારીએ છીએ કે વિદેશ જઈને પૈસાવાળા થઈ જાશું પણ આ એટલું સહેલું નથી,ગમેતેવાના કામ નથી.પણ આ ગુજરાતી સુભાષભાઈની વાત જ કઈક અલગ છે.પૈસાનો નશો દારૂના નશા કરતાં વધારે ભયંકર હોય છે.ઘણા ગુજરાતીઓ વિદેશ જઈને વ્યાભિચારી બની ગયા છે.આ સુભાસભાઈ જોડે પણ કઈક આવું જ થયું છે.

કોઈ દિવસ પૈસા ન જોયા હોય તેટલા હાથમાં પૈસા આવી ગયા એટ્લે સુભાષભાઈ પણ અવળા રવાડે ચઢી ગયા,દારૂ અને રૂપસુંદરીની લાત લાગી ગઈ,મોજ-મજા,એશ આરામ અને ઐયાશીનો ભરડો લઈ ગઈ.આ છકી ગયેલા ગુજરાતી એટ્લે કે સુભાષભાઈ પટેલે જંગલી જાનવરોનો શિકાર કરવાની ટેવ પફી ગઈ.

શસ્ત્ર-સંજાણ સાથે શિકાર કરવા ઈસ્ટ આફ્રિકાના જંગલોમાં પહોચ્યા અને આમ-તેમ ફરવા લાગ્યા.સાથે ઊંચી ક્વોલિટીનો દારૂ અને મહેફિલનો મસાલો હંમેશા ગાડીની ડેકીમાં જ હોય.આફ્રિકન વનરાઇઓ વચ્ચે તાંબું તાણીને અડ્ડો જમાવે આ ગુજરાતી સુભાષભાઈ પટેલ.”જખ મારે દુનિયાને જલ્સા કરે જયંતીલાલ”આવી રીતે ઘણા એવા ગુજરાતીઓ બરબાદ પણ થઈ ગયા.

એવામાં આ સુભાષભાઈ પટેલનો ભેટો એક સ્વામિનારાયણના એક સંત સાથે થઈ ગયો,ફક્ત 2-5 મિનિટની મુલાકાતમાં જ “વાલીયો લૂંટારો વાલ્મીકિ બની ગયો.”અત્યારે આ ”વાલ્મીકેશ્વર” આફ્રિકામાં પૂંજીપતિ થઈને પૂજય છે.કેવી રીતે થયું આ ગુજરાતી સુભાષભાઈનું હ્રદયપરીવર્તન ? આ શું હતો આ સમગ્ર પ્રસંગ ?

તો ચાલો જોઈએ તેમના પરીવર્તન અને તેમની જીવનના સત્ય પ્રસંગ વિષે જાણીએ.વર્ષો પહેલા ચરોતરમાં ખેતીકામ કરતું મોતીભાઈ પટેલનો પરિવાર આફ્રિકામાં શિફ્ટ થયો.સુભાષભાઈના પિતા આફ્રિકાના ગામડામાં એક નાની દુકાન ચલાવતા હતા.અભ્યાસ પૂરો કરીને સુભાષભાઈ પણ પિતાના ધંધામાં જોડાઈ ગયા.

સુભાષભાઈ અને તેમના મોટા ભાઈ રમણલાલે ધંધો જમાવ્યો,મસાલાનો ધંધો ચાલુ કર્યો,સ્પેરપાર્ટસ ચાલુ કર્યા,ઓટોમોબાઇલમાં જંપ લાવ્યા,પોતાની ગેરેજ નાખી,ઠીકઠાક પૈસા વાળા થઈ ગયા.પણ તેમની સાચી જમાવટ તો 1995 માં જોવા મળી,જ્યારે સુભાષભાઈએ “મોતીસન” કંપનીની શરૂઆત કરી.આજે સુભાસભાઈ પટેલ તાંઝાનિયાના ટાટા-બિરલા ગણાય છે.

સ્ટીલ,રબ્બર,સ્ટીલ પાઈપનું મોટા પાયે ઉત્પાદન કરે છે.15,000 થી વધુ લોકોને મોતીસન કંપનીમાં રોજગારી આપે છે.જેમાં અહીથી ગયેલ ગુજરાતી પટેલો,બીજા લોકોને પણ સમાવેશ થાય છે.આ કંપનીમાં કામ કરવા માટે અરજી કરવા જેવી છે.ત્યાં પહેલા તાલીમ મળે છે,તાલીમની સાથે સાથે ખાવા પીવાની પણ સગવડ આપે છે,આ આપણા ગુજરાતી પટેલભાઈ.

જો કામ ફાવી ગયું તો લીલા લહેર જ…તે સુભાષભાઈ 1971 થી 1995 માં તેઓ ખૂબ જ બગડી ગયા હતા.1995 પહેલા સુભાષભાઈ વ્યસન,દુરાચાર,કુસગ અને મારપીટના મામલામાં પહેલા હતા.એવામાં તેમની મુલાકાત સ્વામિનારાયા સ્ંપ્રદાયના પ્રમુખસ્વામી મહારાજ સાથે થઈ.સુભાષભાઈ પટેલ બોલે તે પહેલા તો આ સ્વામીજી એ સુભાષભાઈના પરિવારમાં 35 વર્ષ પહેલાની વાત કહી સંભળાવી,આ કહાની સાંભળીને સુભાષભાઈ દંગ રહી ગયા.

એમને થયું આ કોઈ ત્રિકાલ જ્ઞાની દેવ આત્મા છે,આ બધુ સાંભળીને સુભાષભાઇએ બધી કુટેવો છોડી દીધી.દરેક કામ પડતાં મૂકીને આરતીના સમયે મદિરમાં પહોચી જાય છે.હાલના સ્વામીજી મહારાજ જોડે દોડતા આવે છે,બધા ધંધા પડતાં મૂકી સમયસર ભગવાન ની ભક્તિ કરે છે.એમની જોડે દિવસે દિવસે પૈસા વધતાં ગયા અને સુભાષભાઈની 21 પેઢી બેઠા બેઠા ખાઈ શકે એટલા પૈસા છે.

પણ સુભાષભાઈના પરિવારમાં એક મોટો ડખો ચાલે છે.મોટાભાઇ રમલલાલ અને સુભાષભાઈ વચ્ચે મોટા પાયે મતભેદો ઊભા થયા છે.બંને ભાઈઓ એકબીજા સામે કોર્ટના દરવાજે ચડ્યા છે.મોટાભાઇ રમનલાલ સરખા ભાગે મોતીસન કંપનીના ભાગીદાર હતા.માલ-મિલકત અને નફાની વહેચની વચ્ચે બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ,સાથે દારસેલામ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં સમાધાન માટે મિટિંગ ભારાણી પણ બંને ભાઈઓએ કંપનીના 2 ભાગ કરીને 50-50 % હિસ્સો વહેચી લેવાનું નક્કી કર્યું હતું.

સાથે એવું પણ નક્કી થયું હતું કે બંને ભાઈઓએ કોઈ પાર્ટી,વકીલ કે કોર્ટમાં જવું નહીં,ઘરમેળે જ ભાગ પાડી લેવા પણ કોણ જાણે આ બંધબારણે થયેલું આ સમાધાન અમલમાં આવ્યું નહીં અને રમણભાઈ પટેલને પાગલ ઠેરવીને કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે,પણ રમણલાલની માનસિક સ્થિતિ બરાબર હતી એવું સાબિત કરતાં મેડિકલ સર્ટિફિકેટો આપી દીધા.

તેઓ તેમના નાના ભાઈ પર છળકપટ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.આમ બંને ભાઈ લડતા રહ્યા.સુભાષભાઈનું મૃત્યુ થયું છે,અત્યારે અક્ષર નિવાસી થયા છે.પછીની માહિતી તમારી જોડે ફરીથી શેર કરીશું.મિત્રો તમને અમારો આ લેખ સારો લાગ્યો હોય એવી આશા રાખું છું.તમે તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.

Back to top button