GujaratSaurashtra

સુરેન્દ્રનગર કરૂણ ઘટના : માતા-પિતાના ઝઘડામાં વચ્ચે પડતા પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને પછી…

સુરેન્દ્રનગર જિલ્લાથી ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં પિતા દ્વારા પુત્ર પર ફાયરીંગ કરવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામમાં પિતા દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પિતાનું કરૂણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, બોરાણા ગામમાં મોડી સાંજના પિતા અને માતા વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે પુત્ર આ ઝઘડાને શાંત કરવા માટે વચ્ચે પડ્યો તો પિતાને ગુસ્સો આવી ગયો અને તેને પુત્ર પર જ ફાયરીંગ કરી દીધું હતું. જેમાં પુત્ર મહેન્દ્ર મંદુરિયાણીને છાતીના ભાગમાં ગોળી વાગતા તેનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હાહાકાર સર્જાઈ ગયો છે.

ઘટનાની જાણકારી મળતા જ લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પુત્ર પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારનાર પિતા પિતામ્બર હાલ ફરાર છે. જ્યારે મહેન્દ્ર મંદુરિયાણીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી છે. અને તેમના પિતા પર હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રવિવારની સાંજના પિતા પિતામ્બર અને તેમની પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. તે દરમિયાન તેમનો પુત્ર મહેન્દ્ર માતાને બચાવવા માટે વચ્ચે પડ્યો પરંતુ આ કારણોસર તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દરમિયાન પિતામ્બર દ્વારા ઘરમાં પડેલી દેશી હથિયાર વડે પુત્ર ઉપર જ ફાયરિંગ કરી દેવામાં આવ્યું હતું. જેને મહેન્દ્રના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેના કારણે તેને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ મામલામાં મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમને આ ફરિયાદમાં જણાવ્યું છે કે, 9 જાન્યુઆરીના રાત્રીના સવા સાતથી આઠ વાગ્યાની વચ્ચે મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. તે દરમિયાન મારો નાનો ભાઈ મહેન્દ્ર તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યો તેને ગોળી જમણી બાજુના પડખામાં વાગી ગઈ જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ મારા પપ્પા ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. ફરિયાદના મામલે લીંબડી પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી પિતાની તપાસ હાથ ધરવામાં આવી છે.