India

લગ્નની ગાડીમાં થતું હતું એવું કામ કે તમે જાણીને થઈ જશો હેરાન…

છત્તીસગઢમાં ગાંજાની તસ્કરી કરનારી ગેંગ પકડાઈ છે. આ ગેંગ દ્વારા વિચિત્ર પણે તસ્કરી કરવામાં આવી રહી હતી. પરંતુ તે પોલીસ પકડથી બચી શકી નહોતી. છત્તીસગઢની ગારિયાબંદ પોલીસ દ્વારા ગાંજાની તસ્કરી કરનારી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ મામલામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગાંજા તસ્કરીના કેસમાં પ્રથમ વખત છોકરીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આ યુવતીઓને જિલ્લા મુખ્યાલયમાંથી પકડવામાં આવી હતી. તેમાં પણ જાણવા મળ્યું છે કે, આ આંતરરાજ્ય ગેંગનું નેટવર્ક મધ્યપ્રદેશ, છત્તીસગઢથી લઈને ઓડિશા સુધી ફેલાયેલ છે. આ ગેંગના ચાર સભ્યોને પકડ્યા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, 24 જાન્યુઆરીના ગાડીમાં યુવક અને બે યુવતીઓ ઓડિશાથી રાયપુર તરફ જઈ રહ્યા હતા. જ્યારે કારમાં ડ્રગ્સ છે તેની જાણ ના થાય તે માટે કાર પર લગ્નનું સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું.

તેમ છતાં ગારિયાબંદ પોલીસની ટીમ શંકા જતા ગારિયાબંધ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી હતી અને કારની તપાસ કરવામાં આવી તો તેમાં 30 કિલો ગાંજો મળી આવતા ખળભળાટ થઈ ગયો હતો. જ્યારે આ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા આ ગાંજો ઓડિશાથી મધ્યપ્રદેશ લઇ જવામાં આવી રહ્યો હતો.

પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવેલ તેમાં સહદેવ ગિરી પિતા પ્રકાશ ગિરી, સુભાષ ચંદ્ર નાયક પિતા જયાનંદ નાયક, આરબી સોની પિતા દુર્ગા સોની અને રૂબી સોની ઉર્ફે મન્નુ શર્મા પિતા ગુલાબ સોનીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા ગાંજા સહિત રૂ.10 લાખની કિંમતની કાર અંદાજે રૂ.22 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.